ગુજરાતમાં ગે ટુરિઝમ વિકસાવવા માંગે છે રાજપરિવારના આ યુવરાજ
ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં સમલિંગીકો દ્વારા સમલૈગિંકો અને અન્ય લોકો માટે અનોખા પ્રકારના ફ્લેગિંગ ડાન્સ પરફોર્મન્સ અને વર્કશોપનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ન્યુયોર્કના સમલૈગિંગ યુવાનો એન્ટોની જ્યોર્જી અને માઇકલ ડેક્સ અને તેમની ટીમે રાજપીપળા ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહના સહયોગથી રાજવંત પેલેસમાં આ ડાન્સનું પરફોર્મન્સ કર્યું હતું.
જયેશ દોશી/રાજપીપળા : ભારતમાં સૌપ્રથમવાર રાજપીપળામાં સમલિંગીકો દ્વારા સમલૈગિંકો અને અન્ય લોકો માટે અનોખા પ્રકારના ફ્લેગિંગ ડાન્સ પરફોર્મન્સ અને વર્કશોપનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ન્યુયોર્કના સમલૈગિંગ યુવાનો એન્ટોની જ્યોર્જી અને માઇકલ ડેક્સ અને તેમની ટીમે રાજપીપળા ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહના સહયોગથી રાજવંત પેલેસમાં આ ડાન્સનું પરફોર્મન્સ કર્યું હતું.
સમલૈગિંકો અને એચઆઈવી પીડિતો માટે કામ કરતાં રાજપીપળાના સમલૈગિંક યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક અમેરિકાના માર્ક અને તેના સાથી મિત્ર જે બંન્ને સમલૈગિંક છે, તેમણે એક નવા થીમ સાથે ફ્લેગિંગ ડાન્સ વર્કશોપનું આયોજન કર્યુ છે. જેમાં જુદા જુદા રંગના કપડાને હવામાં ફરકાવી જુદા જુદા આકાર બનાવી મ્યુઝિક સાથે સમૂહમાં ગૃપ ડાન્સ કરવાનો હોય છે. જે સમલૈગિંકો પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શક્તા નથી અને સમલૈગિંકોમાં રહેલી હતાશા, નિરાશા, વેદના દૂર કરવા આ ફ્લેગિંગ ડાન્સથી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી શકાય છે.
૨ કલાકના કાર્યક્રમમાં રાજવી પરિવાર સહિત ગામ લોકો જોડાયા હતા. સાથે જ નર્મદા જિલ્લો ટુરિઝમ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડના સમલૈગિંક યુવાન માર્ક કે જેઓ એક ટૂર ઓપરેટર છે અને 344ની કલમ નાબૂદ થયા બાદ ભારતમાં ગે વધુ સુરક્ષિત હોવાનું માને છે અને તેથી જ ભારતમાં આવતા સમલૈગિંકો માટે ગે ટુરીઝમને કેવી રીતે વિકસાવી શકાય તેનો અભ્યાસ કરવામાં આવ્યો. યુવરાજ માન્વેન્દ્ર સિંહે જણાવ્યું કે, 377ની કલમની નાબૂદ બાદ વિશ્વભરમાંથી સમલૈગિંકો ભારત આવી રહ્યા છે, તેમના માટે ગે ટુરિઝમ વિકસાવવુ જરૂરી છે અને તેની સાથે આ વિસ્તારનો પણ વિકાસ કરી શકાય. તે હેતુથી આ વિદશી મહેમાનોને અહીં બોલાવ્યા છે. કારણ કે, કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે ભવિષ્યમાં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટવાની સંભાવના છે અને 377ની કલમ નાબૂદ થયા બાદ વિશ્વભરમાંથી ઘણા લેસ્બિયન અને સમલૈગિંકો ભારત આવવા માંગે છે. ત્યારે રાજપીપળા અને આજુબાજુના વિસ્તારમાં ગે ટુરિઝમ વિકસશે તો અહીં આવેલા આ વિદેશી સમલૈગિંકોએ યુવરાજ સાથે મળીને કેવી રીતે ગે ટુરિઝમ વિકસાવી શકાય, રાજપીપળામાં તે માટે કેવી શક્યતાઓ છે તેના અભ્યાસ પણ કર્યો.