રાજપીપળા: ગુજરાત હાઇકોર્ટનાં આદેશ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસનાં વિસ્તારો કેવડિયા, વગાડીયા, નવાગામ, લીંમડી સહિતનાં વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે. જેની કામગીરી દરમિયાન સ્થાનિકોનાં બદલે સરકારી અધિકારીઓ વચ્ચે જ બોલાચાલી થઇ ગઇ હતી. ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે તથા ગરુડેશ્વરનાં નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઇ હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. નાયબ મામલતદાર મેહુલ વસાવાએ ડેપ્યુટી કલેક્ટર દ્વારા અયોગ્ય વર્તન થયાનાં આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી છે. ઉપરાંત તમામ નાયબ મામલતદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સામે પગલા ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની સાથે ડેપ્યુટી કલેક્ટરનો ભારે વિરોધ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌવંશની હાજરીમાં યોજાયા અનોખા વૈદિક લગ્ન, તસ્વીરો કરતા પરંપરા પર ફોકસ

31મી જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા અનુસાર ગ્રામજનો અને પક્ષકારો વચ્ચે કમિટી બનાવી ફોર્મ્યુલા નક્કી કરીને 10 દિવસ બાદ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે. વધારે સુનવણી 11 ફેબ્રુઆરીએ ધરશે. જેમાં કોર્ટે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી જુલાઇ 2019 પછી કોઇ પણ બાંધકામ કર્યું હોય તો તે દબાણો દુર કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેથી દબાણો હટાવવા નીકળેલા અધિકારીઓની ટીમ વચ્ચે બોલાચાલી થઇ હતી. ડેપ્યુટી કલેક્ટર દ્વારા જાહેર માર્ગ પર નાયબ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube