Gujarat Election 2022, જયેશ દોશી, નર્મદા: રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ઉમેદવાર બાળુ શુકલની શુભેચ્છા પાઠવી હતી અને મીડિયા સાથે વાત કરતા ભાજપના બાળું શુક્લ એ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરનો સપોર્ટ જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગર્વથી કહું છું, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પ્લેટફોર્મ મળવા બદલ બાળુ શુક્લના અથાગ પ્રયાસોનો સિંહફાળો છે. જેના આશીર્વાદ તેમને મળી રહ્યા છે. તેમના પ્રયાસો થકી અમને ભારતના નાગરિક તરીકે મતદાનનો અધિકાર મળ્યો છે. વડોદરા ભારતનું પ્રથમ શહેર છે. જ્યાં ગરિમા ગૃહ એટલે કે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું છે. બાકીના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ વહેલી તકે કરશે.


આ પણ વીડિયો જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube