અપમાનનો બદલો! રાહુલ ગાંધીની પાટણમાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ, કાળા વાવટા ફરકાવ્યા
Rahul Gandhi Controversial statement on Rajput : પાટણના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જંગી જાહેર સભા, રાજા-મહારાજાઓના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો, 12ની અટકાયત કરાઈ
Loksabha Election : થોડીવારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાટણમાં સભા ગજવવાના છે. તેઓ પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પ્રચાર કરવાના છે. ત્યારે રાહુલ ગાંધીની સભા પહેલા જ ક્ષત્રિયોએ સભા સ્થળે કાળા વાવટા ફરકાવ્યા છે. રાહુલ ગાંધીએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણી બદલ પાટણમાં ક્ષત્રિયો દ્વારા ભારે રોષ જોવા મળ્યો છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા 20થી વધારે આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
20 યુવકોની અટકાયત કરાઈ
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી થોડીવારમાં પાટણમાં જાહેર સભા સંબોધવાના છે. પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધન કરશે. ત્યારે પાટણ ખાતે ચંદનજીના પ્રચારમાં આવી રહેલ રાહુલ ગાંધીનો સભા પહેલા જ વિરોધ જોવા મળી રહ્યો છે. પાટણ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ક્ષત્રિય આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે. રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ટીબી ત્રણ રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવ્યા હતા. રાહુલ ગાંધીના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા 20થી વધારે આગેવાનોની અટકાયત કરાઈ છે.
ક્ષત્રિયોના ડરથી ભાજપે સ્ટ્રેટેજી બદલી! નેતાઓ ગામડાઓમાં ટાળી રહ્યાં છે પ્રચાર
રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું
રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે.
મહિલા અસ્મિતાની લડાઈમાં રૂપાલાને કારણે ભાજપની 2 'બેન' ભરાઈ, સતત સભાઓ કેન્સલ
રાહુલ ગાંધીના દાદીએ રજવાડાઓ પાસેથી જમીનો છીનવી હતી - ભાવનગરના યુવરાજ
લોકસભા ચૂંટણી પ્રચારમા નેતાઓ ભૂલી રહ્યા છે ભાન, જેમાં કર્ણાટકમા ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજવીઓ પર કટાક્ષ ભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રજવાડાના સમયમા મહારાજાઓ જો હુકમી કરતા અને જો રાજાઓ ને જમીન જોઈતી હોય તો તે પડાવી લેતા હતા, રાહુલ ગાંધીના આવા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિયોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણીને લઈને ભાવનગરના યુવરાજ જયવિર રાજસિંહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને રાહુલ ગાંધી પર દયા આવે છે, જેના દાદીએ અને પિતાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું એ વ્યક્તિ આવું બોલે, અખંડ ભારતની રચના સમયે દેશના મહારાજાઓ એ રજવાડાંઓ સોંપી દીધા હતા, રાહુલગાંધીના દાદીએ જે તે સમયે રજવાડાઓ પાસેથી જમીનો છીનવી હતી એ ભૂલવુંનો જોઈએ. સાથે વેધક સવાલ પણ કર્યો હતો કે એક સમયે રજવાડાઓ સોંપવામાં પહેલી પહેલ ભાવનગરે કરી હતી એ ભાવનગર હજુ સુધી વિકાસમાં પાછળ કેમ છે?? તેમજ આવા રાજકીય પ્રચાર દરમ્યાન થતા શાબ્દિક પ્રહારોમા કોઈએ ભરમાવું નહીં એવી યુવરાજે અપીલ પણ કરી.
વંદે ભારત ટ્રેનને નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ