Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા ૨૭ દિવસની બાળકી પર અત્યંત જટિલ સર્જરી કરીને તેને પીડામુક્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાત કરીએ તો રાજસ્થાનનાં સુથારી કામ કરતા મુકેશ ભાઈનાં ઘરે પત્ની હોરાજ બેનનાં કૂખે ૨૭ દીવસ પહેલાં દિવાળીનાં પવિત્ર દિવસની શરૂઆત પહેલાં સામાન્ય પ્રસૂતિથી એક લક્ષ્મી (બાળકી) નો જન્મ થયો . 


બાળકી ત્રિશાનાં જન્મની શરૂઆત જ મુશ્કેલી ઓ સાથે થઈ. જીવનના ત્રીજા દિવસથી જ તે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. મુકેશભાઈ બાળકી ને બાંસવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી તેઓને સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રિફર કરવામાં આવ્યાં. જ્યાં ત્રિશા ને તાજા જન્મેલા બાળકો માટેનાં આઈસીયુમાં  ઓક્સિજન ઊપર રાખવામાં આવી. 


વાવની પેટાચૂંટણીમાં જોવા જેવું થયું, અલ્પેશ ઠાકોરની ભરસભામાં ફજેતી થઈ


બાળકીનો સીટી સ્કેન કરતા તેને એક દુર્લભ જન્મજાત ખામી જેને બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા ઍટલે કે બંને નાકનાં છીદ્રો પાછળનાં ભાગથી બંધ હોવાનુ નિદાન થયુ.. આ એક દુર્લભ જન્મજાત ખામી છે જેમાં નાકના હાડકાનો વિકાસ અસામાન્ય થવાનાં કારણે નાકનો પાછળનો ભાગ બંધ થાય છે જેથી નાક દ્વારા શ્વાસ લઈ શકાતો નથી. આશરે 8000 નવજાત શિશુઓમાંથી 1 બાળક માં આ ખામી થાય છે 


ત્રિશાને વધુ સારવાર માટે 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને તબીબી અધિક્ષક અને ડો રમીલા (એસો પ્રોફેસર) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા એન્ડોસ્કોપી અને ઈલેક્ટ્રોકોટરાઈઝેશન કરી સફળતાપૂર્વક વધારા નો ભાગ દુર  કરી નાક નાં પાછળ ના ભાગ નો બંધ ભાગ ખુલ્લો કરવામા આવ્યો. 


ડો રાકેશ જોષી એ વધુ માં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવજાત શીશુ ઓ જન્મબાદ માત્ર નાક વાટે જ શ્વાસ લેતા હોય છે. આથી જન્મજાત ખામી નાં કારણે નાક ના બન્ને પાછળ ના છીદ્રો બંધ હોય તેવી પરિસ્થતિમાં બાળક સતત રડતું રહે છે અને રડવા ના કારણે તે મોઢે થી શ્વાસ લેતું હોય છે. આથી જ્યાં સુધી આ ખામી દુર કરવા માં ન આવે ત્યાં સુધી બાળક રડતું રહે છે. 


 ઓપરેશન બાદ પછીની બાળકી ને કોઈપણ જાત ની તકલીફ ન રહેતા  અને સંપૂર્ણ સ્વસ્થ જણાતા ડોકટરો દ્વારા રજા આપવામાં આવી હતી.


પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોત