Rajya Sabha Election 2024: ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો ઓછા હોવાથી રાજ્યસભાની કોંગ્રેસ ચૂંટણી નહીં લડે. જી હા...કોંગી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાથી કોંગ્રેસ દૂર રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં 156 ની પ્રચંડ બહુમતી સાથે, ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજ્યસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારે બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવું હશે ગુજરાત સરકારનું બજેટ? ઉદ્યોગકારોની સાથે સૌરાષ્ટ્રની શું છે આશા-અપેક્ષા


ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનુ સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેની પુરેપુરી શક્યતા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી માટે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે અત્યારથી રાજકીય અટકળો શરૂ થઇ છે. ભાજપને ચાર બેઠક માટે 148 મત જોઇએ, 156 મત અકબંધ છે.


અજીબો કિસ્સો! 51 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત થયો'ને કરી ગયો કરોડોનુ કૌભાંડ


રાજ્યની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઇએ. ચાર બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તે જોતાં ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને એક બેઠક માટે પણ 22 મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.


સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર; GPSCનું ભરતી કેલેન્ડર જાહેર


રાજ્યસભા ચૂંટણી માટે કેટલા મત જરૂરી
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા 36 મત મેળવવા જરૂરી હોય છે. તમને જણાવી દઈએ કે, ઉમેદવારી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.


ગુજરાતમાં બદલીનો ઘાણવો યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અને 25 TDOની બદલી, જાણો લિસ્ટ