ઝી બ્યુરો, અમદાવાદ: જેમ જેમ રાજ્યસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં એક એમએલએ સોમાભાઈ પટેલ અને બીજુ નામ ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા છે. આ ઉપરાંત અન્ય માહિતી મુજબ કોંગ્રેસના 7થી 8 ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 ધારાસભ્યો કોંગ્રેસના નેતાઓના ફોન ઉપાડતા નથી. ડાંગના ધારાસભ્ય પણ ભૂગર્ભમાં જતા રહ્યાં હોવાનું માનવામાં આવે છે. ધારાસભ્યોને તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જેણે ભાજપને મત આપવાનું મન બનાવી લીધું છે તે આપીને જ રહેશે. કોંગ્રેસને તેના જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી. આ બાજુ અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યાં છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO



ડાંગના ધારાસભ્યનો પણ કોઈ સંપર્ક ન થતા કોંગ્રેસના નેતાઓ ચિંતાતૂર છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો આજે જયપુર જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો પણ જયપુર જશે. સુરતથી પ્લેન મારફતે જયપુર જવાની શક્યતા છે. કપરાડના ધારાસભ્ય જીતુ ચૌધરી સાથે પણ સંપર્ક થઈ શકતો નથી. હાલ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube