રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો, ચેન્નઇ ખાતે ચાલી રહી છે સારવાર
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર કરાવવામાં આવી રહી છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj)ને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- ઇન્દોરના 17 વર્ષીય બાળકની અમદાવાદ સિવિલ ખાતે એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશનની સફળ સર્જરી
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. સુરતથી આવેલ ચેસ્ટ ફિઝિશિયન નિષ્ણાત તબીબો દ્વારા તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. કોરોના વાયરસ ફેફસાં સુધી પહોંચતા તેઓને ન્યુમોનિયા થયો અને ગઠા જામી ગયાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે, ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં રિકવરી થયા ન હતા. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેથી તેમની વધુ ટ્રીટમેન્ટ માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 975 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત
અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર અનેક દિવસથી રાખવામાં આવ્યા હતા. દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ. જોકે, લોહીના ગઠા દૂર કરવા ECMO ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. પરંતુ હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે. સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો જોવા મળતા તેમને આપવામાં આવતી ECMO ટ્રીટમેન્ટના લેવલમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube