દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ થવાનો છે. દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માગે છે. જો તમારી પાસે પણ 15 વર્ષ જૂના કોઈ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ કરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે. સ્ક્રેપ પોલીસી હેઠળ છેલ્લા એક વર્ષમાં છ રાજ્યોમાં ફક્ત 5359 ખાનગી અને 67 કોમર્શિયલ ગાડીઓને જ જો કે સ્ક્રેપ કરાઈ છે. જેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત બે જ રાજ્યો એવા છે જ્યાં વ્યવસાયિક વાહનોનું સ્ક્રેપિંગ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે તા.૧લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી રહી છે તે જોતાં ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં 20 લાખ જૂના વાહનો છે. જેમાં ટુક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ વાહનો છે. આ નવી નીતિને પ્રોત્સાહન મળે તે માટે સરકાર તરફથી અનેક પ્રોત્સાહન પણ અપાઈ રહ્યું છે જેમાં રજિસ્ટ્રેશન ફીની સાથે રોડ ટેક્સમાં છૂટછાટ જેવા ઉપાય સામેલ છે. આ નીતિ હેઠળ રોડ અને પરિવહન મંત્રાલયે એક એપ્રિલથી તમામ સરકારી વાહનોને કે જે 15 વર્ષ જૂના હોય તેમને ફરજિયાત પણે સ્ક્રેપિંગ માટે કહ્યું છે. 31 જાન્યુઆરી 2023 સુધીમાં કુલ 5426 વાહન સ્ક્રેપ કરાયા. 


વધુ એક મોટી આફતના એંધાણ, ભારતમાં લાખો લોકોનું જીવન જોખમમાં


આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા...નહીં તો જીવન તબાહ થઈ જશે! 


સર્વેના આંકડાએ ભાજપને ચોંકાવ્યું, 2024માં જાણો કોની બની શકે છે સરકાર


આ વાહનોને રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધા કેન્દ્રો એટલે કે આરવીએસએફ પર સ્ક્રેપ કરાવવાના છે. ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત આ કેન્દ્રોમાં એક જાન્યુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધીમાં કુલ 5426 વાહનો સ્ક્રેપ કરાયા. જેમાં ખાનગી અને કોમર્શિયલ બંને સામેલ છે. 15 વર્ષ જૂના વાહનોના જરૂરી સ્ક્રેપિંગના નિયમમાં રક્ષા સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તથા આંતરિક સુરક્ષામાં લાગેલા વાહનોને છૂટ આપવામાં આવી છે. 


યુપી સૌથી આગળ
મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક વર્ષમાં ફક્ત છ રાજ્યમાં 15 વર્ષ જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરાયા છે. જેમાં યુપી સૌથી આગળ  છે જ્યાં 4059 ખાનગી તથા 50 કોમર્શિયલ વાહનો ભંગારવાડે મોકલાયા. બીજા નંબર પર ગુજરાત છે. જ્યાં 1053 ખાનગી તથા 17 કોમર્શિયલ વાહનો ભંગારમાં મોકલી દેવાયા. 


યુપી અને ગુજરાત સિવાય જે રાજ્યોમાં વાહનો સ્ક્રેપ કરાયા છે તેમાં અસમ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ચંડીગઢ સામેલ છે. અસમમાં ફ્કત સાત ખાનગી, હરિયાણામાં 40, મધ્ય પ્રદેશમાં 188 અને ચંડીગઢમાં 12 વાહનોનું સ્ક્રેપિંગ થયું છે. રાજ્યોમાં જૂના વાહનોના સ્ક્રેપિંગની ધીમી ગતિનું એક કારણ આરવીએસએફની મર્યાદિત સંખ્યા પણ છે. મંત્રાલય તરફથી રાજ્યસભામાં અપાયેલા જવાબ મુજબ હાલ આ છ રાજ્યોમાં 11 રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સુવિધા કેન્દ્ર જ કાર્યરત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube