બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત સહિત 17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકોની ચૂંટણીનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. ગુજરાતમાં ખાલી પડેલી 4 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં ભાજપ કોંગ્રેસમાંથી કોણ દબદબો જાળવે છે તે તો 26 માર્ચે જ ખબર પડશે. જેમાં ભાજપ પાસે 3 બેઠક અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. રાજ્યસભામાં ગુજરાતની ત્રણ બેઠક ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. કયો પક્ષ રાજ્યસભામાં દબદબો જાળી રાખે છે તે તો ચૂંટણી જે દિવસે થશે તે જ દિવસે સાંજે જાહેર થનારા પરિણામ બાદ ખબર પડશે.


  • 26 માર્ચે ચૂંટણી યોજાશે

  • 26 માર્ચે સાંજે પરિણામ

  • 13 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે

  • 16 માર્ચે ફોર્મની ચકાસણી

  • 18 માર્ચ સુધીમાં ફોર્મ પાછું ખેંચી શકાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા સાંસદોની ટર્મ પૂરી?


  • ચુનીભાઈ ગોહેલ સાંસદ, ભાજપ

  • લાલસિંહ વડોદિયા સાંસદ, ભાજપ

  • શંભુપ્રસાદ ટુંડીયા સાંસદ, ભાજપ

  • મધુસૂદન મિસ્ત્રી સાંસદ, કોંગ્રેસ


આજે બજેટ પહેલા કેબિનેટ બેઠક
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યનું બજેટમાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 12 વાગ્યે બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યારે બજેટ પહેલા સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં 10 કલાકે કેબિનેટ બેઠક યોજાવાની છે. જેમાં સત્રમાં આવનારા સરકારી વિધેયક અંગે ચર્ચા થઇ શકે છે. મહત્વનું છેકે રાજ્ય સરકારે પોતાના તમામ ધારાસભ્યોને આજે વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે. ત્યારે રાજ્ય સરકાર કોઇ મહત્વના વિધેયક પસાર કરાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક