સુરતના હીરા ઉદ્યોગમાં મંદી અંગે ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન, બીજા વેપારીઓ ગિન્નાયા

Govind Dholakiya On Diamond Inustry Recession : હીરામાં મંદી મુદ્દે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન... લેબગ્રોન ડાયમંડને ગણાવ્યા મંદી માટે કારણભૂત... હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી છેઃ ધોળકિયા
Recession In Diamond Industry : સુરતની શાન કહેવાતો હીરા ઉદ્યોગ મંદીને માર હવે ઝેલી શકે તેમ નથી. અનેક કારીગરો બેકાર બન્યા છે. ઘણા રત્નકલાકારોએ સુરત છોડીને ગામડે જઈને ખેતી કરવા લાગ્યા છે. તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે. અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે. આવામાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદી મુદ્દે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ, સુરતમાં હીરા ઉદ્યોગની મંદી અંગે રાજકારણ ગરમાયું છે. અનેક હીરા વેપારી તેમના આ નિવેદનને વખોડી રહ્યાં છે.
લેબગ્રોન ડાયમંડને ગણાવ્યા મંદી માટે કારણભૂત
ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડને મંદી માટે કારણભૂત ગણાવ્યા છે. ગોવિંદ ધોળકિયાએ કહ્યુ કે, હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી છે. ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો-ટનના ભાવે વેચાશે. લેબગ્રોનનું બહુ જ મોટું માર્કેટ છે. ભવિષ્યમાં બધી જગ્યાએ લેબગ્રોન ડાયમંડ જ દેખાશે. અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં 10 વખત મંદી આવી છે. દર વખતે થોડા સમયમાં મંદી પૂર્ણ થઈ જાય છે. પરંતું આ વખતની મંદી અલગ છે, બે વર્ષથી ચાલી રહી છે.
ગોવિંદ ધોળકિયાના નિવેદન બાદ વિવાદ
ગોવિંદ ધોળકિયા ડાયમંડમાં મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડને ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ડાયમંડ મારર્કેટાઅત્યાર સુધી 10 વખત આવી છે, પણ થોડા સમયમાં જતી રહેશે. આ વખતની મંદી બે વર્ષથી ચાલે છે આ વખતે અલગ છે. અમારા 10 વર્ષના અનુભવ પણ અત્યારે કામ નથી આવતા. હાલ સમગ્ર વિશ્વમાં મંદી નથી, અન્ય ધંધામાં મંદી નથી. પરંતું ડાયમંડમાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે છે. મેનમેડ ડાયમંડના કારણે હમારા રીયલ ડાયમંડના વેપારીમાં કન્ફ્યુશન હતા, હવે બે વર્ષ પછી દૂધનું પાણીનું પાણી થઇ ગયું છે. હવે રીયલ ડાયમંડમાં તેજી આવશે. લેબ્ગ્રોન બહુ જ વધવાનું છે, લેબ્ગ્રોન ડાયમંડ 20 ૨૫ ટકા લોકો વાપરશે. લેબ્ગ્રોન ડાયમંડ અત્યારે કેરેટમાં વેચાય છે પણ આગળ કિલો અને ટનમાં વેચાશે. લેબ્ગ્રોન ડાયમંડ અત્ર તત્ર સર્વત્ર છે. બધીજ જગ્યા લેબગ્રોન ડાયમંડ જોવા મળશે. લેબ્ગ્રોનનો બહુ મોટું માર્કેટ છે.
ગુજરાતના આકાશમાં એલિયન આવ્યું કે ભૂત? મોઢેરા અને કડીમાં ભૂતાવળ નાચતી હોય તેવું આકાશમાં દેખાયું
મંદીના હિસાબે લેબગ્રોન ડાયમંડ પર આક્ષેપ લગાવવો યોગ્ય નથીઃ મુકેશ પટેલ
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી લેબગ્રોન ડાયમંડ એસોશિયેશનમાં રોષ જોવા મળ્યો છે. સુરતના હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલે ગોવિંદભાઈ ધોળકિયાના લેબગ્રોન ડાયમંડના નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યું કે, આ ઈન્ડસ્ટ્રીઝને હકલી ગણવી મારા હિસાબે યોગ્ય નથી. અન્ય દેશોમાં યુદ્ધને કારણે હાલ નેચરલ ડાયમંડમાં મંદી છે. મંદીના હિસાબે લેબ્ગ્રોન ડાયમંડને કારણભૂત ગણવું એ યોગ્ય નથી. ગત અઠવાડિયા લેબ્ગ્રોન ડાયમંડ એસોશિયેશન રત્ન કલાકરો માટે ચિંતા કરી હતી. ટૂંક સમયમાં ટ્રાયબલ વિસ્તારમાં કારખાના ચાલુ કરવાના છે. રત્ન કલાકારો બેકાર નથી ફરી રહ્યા. લોકો ડાયમંડમાં ઈન્વેસ્ટ નથી કરી રહ્યા, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ૨૦૩૦ માં લેબ્ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એટલી મોટી થશે, ભારતના ઈકોનોમી આગવું સ્થાન ધરાવશે.
તો ગોવિંદ ધોળકિયાના નિવેદનને અન્ય ઉદ્યોગપતિઓએ પણ વખોડ્યું છે. ઉદ્યોગપતિ ઘનશ્યામ ભંડેરીએ કહ્યું કે, ગોવિંદભાઈના નિવેદનથી લેબગ્રોન ઈન્ડસ્ટ્રીને નુકસાન થશે. ટનમાં ડાયમંડ ક્યારેય ન બને. મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ નથી.
ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે, અંબાલાલ પટેલની રાજકીય ભવિષ્યવાણી