રૂપાલાને મળવા જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાની રસ્તામાં તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા
Lok Sabha Election 2024 : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, રામ મોકરિયા રાજકોટથી અમરેલી જઈ રહ્યા હતા, અમરેલી પરશોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા મોકરિયા
Ram Mokariya : લોકશાહીના સૌથી મોટા પર્વ માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે હીટવેવની આગાહી પણ છે. આજે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઊંચે ચઢ્યો છે. ત્યારે ચૂંટણી પંચ પણ સતત મતદારોને કાળજી રાખવા માટે અપીલ કરી રહ્યું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જતા હતા, તે દરમિયાન વચ્ચે તેમની તબિયત લથડી હોવાની માહિતી મળી છે.
રૂપાલાને અમરેલી મળવા નીકળ્યા હતા મોકરિયા
ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આજે વહેલી સવારે પત્ની સાથે મતદાન કર્યુ હતું. સાથે જ તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરી હતી. મતદાન બાદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતા. પરંતું તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામ મોકરિયાને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે અમરેલીથી પરસોત્તમ રૂપાલાએ હોસ્પિટલ આવી ખબર અંતર પૂછ્યા હતા.
લેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતા
અમદાવાદીઓ વોટ કરવામાં પાછળ પડ્યા, પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું
શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગે તેમણે કહ્યું કે, વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. કેસરી કેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ.
બારડોલીના સણધરા ગામાં મતદાનનો બહિષ્કાર
બારડોલી લોકસભા બેઠક પર મતદારોએ લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. માંગરોળના સણધરા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. હજી સુધી મતપેટીમાં એકપણ મત નથી પડ્યો. અનેક પડતર પ્રશ્નોને લઈ ગ્રામજનોએ મતદાનથી અળગા રહ્યાં છે. અહી સળધરા ગામમાં 300 જેટલા મતદારો છે. મહિલા, પુરુષ, યુવાનો, નવા મતદારો તમામ લોકો એકજુથ થઈ મતદાન બહિષ્કાર કર્યો.
ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, EVM ખોટકાયા
પાટણ લોકસભા બેઠક અંતર્ગત સમાવિષ્ટ સાત વિધાનસભાઓમાં ચૂંટણી વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વિધાનસભા મતવિસ્તારમાં એક એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દરેક તાલુકાની વિશિષ્ટતા અનુરૂપ મતદાન મથકોની ડિઝાઇન અને સજાવટ કરવામાં આવી છે આદર્શ મતદાન મથક અંતર્ગત પાટણ વિધાનસભામાં આવતા પાટણ શહેરના માતરવાડી નજીક નિમા વિદ્યાલય ખાતે હેરિટેજ થીમ પર આદર્શ મોડલ મતદાન મથક ની સજાવટ કરવામાં આવી છે હેરિટેજ થીમ પર બનેલ આ મતદાન મથક પર રાણીની વાવ, પાટણના પટોળા,સહસ્ત્રલિંગ સરોવરના ચિત્રો તેમજ લગ્નમંડપ જેવો મંડપ બનાવીને તેની સજાવટ કરી છે અહીં ફૂલોની સજાવટ લાલ જાજમ રંગોળી તથા મતદારો માટે ઠંડા પાણી અને વોટર કુલરની વ્યવસ્થા કરાઈ છે. મતદારો લાલ જાજમ પરથી મત આપવા જાય તે પ્રમાણેની સુચારું વ્યવસ્થાઓ કરાઈ છે અને એ પ્રકાર ની વ્યવસ્થા ને લઇ મતદારો માટે એ મતદાન મથક આકર્ષણ નું કેન્દ્ર બનવા પામ્યું છૅ મહિલા મતદાર જે નાના બાળકો ની માતા હોય તેવી મહિલાઓ માટે ઘોડિયા ની પણ વ્યવસ્થા, વિકલાંગો માટે વિહીલ ચેર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છૅ જેને લઇ એ આદર્શ મતદાન મથક મતદારો માટે આકર્ષણ ઉભું થવા પામ્યું છૅ.
ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યો