આ રાખડીઓ બની સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર, આજ સુધી સાંભળી નહીં હોય તેવી છે ખાસિયત
હાલ આ રાખડીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આ રાખડીઓની ખાસિયત એ છે કે તે ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આ રાખડીઓ એક પણ એક સરખી નથી અને તમામ અલગ અલગ રાખડીઓ બનાવવામાં આવી છે.
ઝી બ્યુરો/સુરત: રક્ષાબંધનનો પર્વ એ ભાઈ બહેનનો પ્રેમ નું પ્રતિક ગણવામાં આવે છે. હવે રક્ષાબંધનના પર્વને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બજારમાં સોનાની રાખડીથી લઈને પ્લેટિનિયમ સુધીની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં સ્પેશિયલ ચાઈલ્ડસ દ્વારા રંગબેરંગી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.
OMG! મેડલ ટેલીમાં આ શું 'ખેલા' થયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક મેડલ
હાલ આ રાખડીઓ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે આ રાખડીઓની ખાસિયત એ છે કે તે ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આ રાખડીઓ એક પણ એક સરખી નથી અને તમામ અલગ અલગ રાખડીઓ બનાવવામાં આવી છે. તેઓએ પોતાની કલ્પનાના આધારે પોતાનો પ્રેમ આ રાખડીમાં પોરવ્યો છે. સુરત શહેરના દિવ્યાંગ બાળકો દ્વારા અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે જે આ વખતે બહેન ભાઈના કલાઈ ઉપર બાંધશે અને ભાઈના કલાઈ ઉપર જોવા પણ મળશે.આ મનો દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓમાં મોતી, સ્ટોન, રુદ્રાક્ષ સહિત અનેક વસ્તુઓ વાપરવામાં આવી રહ્યા છે. આ બાળકો રાખડી બનાવવામાં તલ્લીન જોવા મળ્યા હતા અને પોતાની કલ્પનાઓને રાખડીના માધ્યમથી આકાર આપી રહ્યા હતા.
સોનાના રેટમાં ભારે ઉથલપાથલ! શું કરવું હવે...લેવું કે નહીં? ખાસ જાણો લેટેસ્ટ રેટ
રાખડી બનાવતી વખતે તેમના ચહેરા ઉપર સ્મિત અને રક્ષાબંધનના પર્વને લઇ ઉત્સાહ જોવા મળતો હતો. રાખડીના માધ્યમથી આ બાળકોની ક્રિએટિવિટી પણ સામે આવી હતી. 40 બાળકો દ્વારા આ અવનવી રાખડીઓ તૈયાર કરી આત્મનિર્ભર બની રહ્યા છે. આ રાખડીઓને જોય કોઈ કહી નહિ શકે કે આ રાખડી કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા બનાવવામાં આવી છે. બાળકો સ્પેશિયલ ચાઇલ્ડસ છે તેઓ માટે આ રાખડી પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે તેમને રાખડી બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી છે અને તેના થકી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે.
અદાણીને મોટો ઝટકો! દેશના અમીરોના લિસ્ટમાંથી થયા ગાયબ, ટોપ-10 માં પણ નામ નથી! આ પરિવાર
સ્પેશ્યલ ચાઈલ્ડ માટે ચાલતી શાળા છેલ્લા 26 વર્ષથી કાર્યરત છે જેઓ 70% મનો દિવ્યાંગ બાળકોને અહીં રાખતા હોય છે આવા બાળકોના સ્કિલ ડેવલોપમેન્ટ કરવું ખૂબ જ જરૂરિયાત હોય છે ત્યારે સ્કૂલ દ્વારા આવા બાળકોને રક્ષાબંધનના પર્વ પહેલા જ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે આ ટ્રેનિંગ થકી આ બાળકોની સ્કીલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને તેમના દ્વારા આ સુંદર રાખડીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. પ્રથમ વખત એવી ઘટના હશે જેમાં આ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવશે એક કે જેના થકી તેમની સ્કિલ લોકો સુધી પહોંચે.
અનંત-રાધિકાએ હનીમૂન માટે પસંદ કર્યો આ લક્ઝરી રિસોર્ટ, એક રાતનું ભાડું...બાપરે બાપ!
સ્કૂલ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન હાથ ધરતા હોય છે. જયા આ એક્ઝિબિશનમાં અવનવી રાખડીઓ મૂકવામાં આવતી હોય છે અને લોકો દ્વારા ખરીદવામાં પણ આપતી આવતી હોય છે. રાખડી ખરીદવા માટે આવનાર લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે આ દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ આટલી સુંદર અને અવનવી પણ હોઈ શકે. રક્ષાબંધનના પર્વમાં આ દિવ્યાંગ બાળકો દ્વારા 500થી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવે છે આ રાખડીઓના વેચાણથી પૈસા ભલે ઓછા આવતા હોય પરંતુ સ્કૂલ દ્વારા સ્ટાઈપન્ડ તરીકે આ બાળકોને પૈસા ચૂકવવામાં આવે છે.