રક્ષાબંધન પર બહેનને ભેટમાં ભૂલેચૂકે આ 4 વસ્તુઓ ન આપવી, જાણો કઈ વસ્તુ શુભ
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ માસના શુકલ પક્ષમાં પૂર્ણિમાની તિથિના રોજ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. દરેક ભાઈ પોતાની બહેનને ખાસ ભેટ પણ આપે છે. જે તેને ઉપયોગી થાય અને બહેન પણ તેને જોઈને ખુશ થઈ જાય.
નવી દિલ્હી: હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ માસના શુકલ પક્ષમાં પૂર્ણિમાની તિથિના રોજ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. દરેક ભાઈ પોતાની બહેનને ખાસ ભેટ પણ આપે છે. જે તેને ઉપયોગી થાય અને બહેન પણ તેને જોઈને ખુશ થઈ જાય. બહેનના ચહેરા પર ખુશી જોવા માટે ભાઈ એક મહિના પહેલાથી તૈયારી કરી લે છે.
ભાઈ બહેનના પ્રતિક સમાન આ કહેવાર પર તમે પણ તમારી બહેનને એવી ભેટ આપવા માંગતા હશો જે તેના જીવનમાં શુભ ગણાય. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જે રક્ષાબંધનના અવસરે બહેનોને આપવી જોઈએ નહીં.
કઈ વસ્તુ ગણાય શુભ
જ્યોતિષશાસ્ત્ર મુજબ બહેનોનો સંબંધ બુધ ગ્રહ સાથે હોય છે. આથી તેમને વસ્ત્ર, દાગીના, મીઠાઈ, કેશ, ચેક, વગેરે આપવું જોઈએ. બહેન જો પરણીત હોય તો તેનો ખાસ આદર સત્કાર કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે.
આ ચીજો ભૂલેચૂકે બહેનને ન આપવી
1. ચાકૂ
2. ફોટોફ્રેમ
3. અરીસો
4. મિક્સર ગ્રાઈન્ડર