વડોદરા : ભાજપના નેતા નૂપુર શર્મા દ્વારા મોહમ્મદ પયંગબર દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના પડઘા હવે સમગ્ર દેશમાં પડી રહ્યા છે. જો કે પ્રમાણમાં ગુજરાતમાં અત્યાર સુધી શાંતિ હતી. જો કે હવે અમદાવાદ, વડોદરા અને સુરતમામં પણ વિરોધ પ્રદર્શન આજે થયું હતું. અમદાવાદના મિર્ઝાપુરમાં જુમ્માની નમાજ બાદ મોટા પ્રમાણમાં મુસ્લિમો રોડ પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. જો કે પોલીસે તમામને સમજાવીને ઘરે મોકલવાનો પ્રયાસ કર્યો હતો. લાલદરવાજા સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકોને ઘરે મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ રેલી ધીરે ધીરે ખાનપુરના ભાજપ કાર્યાલય તરફ આગળ વધતા રેલી અટકાવવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે શાળામાં PM મોદીનાં ગામ વડનગર સહિત ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવાશે


નૂપુર શર્માની ટિપ્પણીના વિરોધમાં આજે લાલદરવાજા, ઢાલગરવાડ અને ત્રણ દરવાજાનું બજાર બંધ રાખવામાં આવ્યું છે. ત્રણ દરવાજા વિસ્તારમાં પાથરણાના વેપારીઓએ પણ બંધ રાખી હતી. દરિયાપુર વિસ્તારને પણ બંધ રખાયો હતો. દરિયાપુર વિસ્તાર પણ બંધ રખાયો હતો. સ્થાનિક સ્તરે બેનરો લગાવીને પણ નૂપુર શર્માનો વિરોધ કર્યો હતો. પાથરણાબજારને 12 વાગ્યા બાદ કેટલાક લોકોએ બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે પણ કાંકરિચાળો ન થાય તે માટે પેટ્રોલિંગ કર્યું હતું. 


PM Modi meets school teacher: નવસારીમાં પોતાના શિક્ષકને મળ્યા PM, તસ્વીરમાં જોવા મળ્યો ખાસ અંદાજ


મોહમ્મદ પયંગબર સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરાના પણ મુસ્લિમ વિસ્તારોમાં રોષ અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. અજાણ્યા લોકો દ્વારા વડોદરા શહેરના જાહેર માર્ગો પર નૂપુર શર્મા અને નવીન જિંદલની ધરપકડ કરવામાં આવે તે પ્રકારનાં પોસ્ટર ચોંટાડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube