Heart Attack Death : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના દર્શને જઈ રહેલા ગુજરાતીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક રામભક્તનું રામલલ્લાના દર્શનથી પરત ફરતા સમયે મોત થયું છે. અયોધ્યામાં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્તને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ ટ્રેનમાં જ ઢળી પડ્યા. સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ ટ્રેનમાં આવ્યો હાર્ટ એટેક
વડોદરાના પાદરા તાલુકાના મજાતન ગામના રહેવાસી અને રામભક્ત અશોકભાઈ પુંજાભાઈ પરમાર રામ મંદિરના દર્શન માટે અયોધ્યા ગયા હતા. તેઓ દર્શન કરીને ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના જબલપુર નજીક વહેલી સવારે અચાકન તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ટ્રેનમાં જ ઢળી પડ્યા હતા. ચાલુ ટ્રેનમાં આવેલા હાર્ટ એટેકથી અશોકભાઈનું મોત નિપજ્યુ હતું. 


બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ મોત, રામલલ્લાના દર્શન બાદ ઢળી પડ્યા


રામભક્તના મોતથી તેમની સાથે ગયેલા ભક્તોમાં શોકનું મોજુ પ્રસરી ગયુ હતું. તાત્કાલિક પાદરા રહેતા તેમના પરિવારજનોને આ વિશે જાણ કરાઈ હતી. જેથી તેમનો પરિવાર મૃતદેહને લેવા માટે જબલપુરની સરકારી હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમના મૃતદેહને વતન મજાતન લાવીને તેમના અંતિમ સંસ્કાર કરાશે. 


15 દિવસ પહેલા થયુ હતું મોત 
ઉલ્લેખનીય છે કે, રામભક્તોના મોતનો સિલસિલો ચાલુ જ છે. 15 દિવસ પહેલા આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરાના રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે રમણભાઈને હાર્ટ એટેક આવ્ય હતો.


રામભક્ત રામલલ્લાને ન મળી શક્યા : અયોધ્યા જતા ભાવિકને આસ્થા ટ્રેનમાં આવ્યો હાર્ટ એટેક


એક ભક્ત રામ મંદિરમાં દર્શન બાદ ઢળી પડ્યા 
દિયોદરના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોરનું અયોધ્યામાં હાર્ટએટેકથી નિધન થયું છે. અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન ગોરધનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ અટેકથી ઢળી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.