ચેતન પટેલ,સુરત: આજે દેશભરમાં ભગવાન રામના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ આ પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સુરતમાં રામનવમીના પર્વની ઉજવણી નિમિત્તે લોકોના દર્શન માટે સોના-ચાંદીથી બનેલી રામાયણ મૂકવામાં આવી જેને જોઈને લોકો દંગ રહી ગયા. ભગવાન રામના જીવનકાલને રામભક્તો સ્વર્ણકાલ માની રહ્યા છે. ભગવાન હોવા છતાં એક સામાન્ય માનવી ની જેમ તેઓએ પોતાનું જીવન વ્યતીત કર્યું અને મર્યાદા પુરુષોત્તમ કહેવાય. રામની જીવની અંગે ઋષિ વાલ્મિકીની રામાયણ અંગે ઘણું સાંભળ્યું હશે પરંતુ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે કે જે માત્ર વર્ષમાં એક વાર રામનવમી ના દિવસે જાહેર જનતા માટે મુકવામાં આવે છે. 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્ર માં જ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આ રામાયણ લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુવર્ણ રામાયણ અંગે ખાસ વાતો...
ભગવાન શ્રી રામના જન્મ ને તેમના ભક્તો ભક્તિ ભાવ થી ઉજવે છે. ભક્તિ અને શક્તિના પ્રતીક ભગવાન રામને ભક્તો રામનવમીને દિવસે ભાવપૂર્વક ઉજવીને ભગવાન રામ પ્રતિ એમની આસ્થાના ભાવ વ્યક્ત કરે છે. સુરતના લોકો માટે રામનવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે કારણ કે આ દિવસે રામ ભક્તો ને સોનાની રામાયણ જોવા મળે છે. આ સોનાની રામાયણ ભક્તો માટે વર્ષમાં એકજ દિવસ લોકોના દર્શન માટે મુકવામાં આવે છે માત્ર રામનવમી ના દિવસે ભક્તો આ સુવર્ણ રામાયણ જોઈ શકે છે. બીજી વાર જો આ સ્વર્ણ રામાયણ જોવી હોય તો એક વર્ષ રાહ જોવી પડે છે. 


વધુ વિગતો માટે જુઓ Video


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube