ભાવનગર: ભાવનગરના પાલીતાણાના તીર્થધામમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આવી પોહોચ્યા હતા. એએચપી દ્વારા પાલીતાણામાં તેમની ભવ્ય રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલીતાણા ભીડભંજન મહાદેવ ખાતે એએચપીના કાર્યકરો સાથે તેમની બેઠક યોજાઈ હતી શિવ દર્શન કરીને પ્રવીણ તોગડીયાએ કાર્યકરોને સંબોધન કર્યા બાદ આગળના પ્રવાસે રવાના થયા હતા.પ્રવીણ તોગડીયાએ હાર્દિક મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. વધુમાં પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, પાકિસ્તાન સાથે વાત થતી હોય તો હાર્દિક સાથે ખેડૂતોના મુદ્દે ભાજપ સરકાર કેમ વાત કરતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરના મુદ્દે મોદીને લીધા બાનમાં 
પ્રવિણ તોગડિયાએ પેટ્રોલના વધતા ભાવ મુદ્દે અને રામ મંદિર મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા.તોગડીયાએ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે,  તોગડીયાએ ભાજપ કોંગ્રેસને એક બનીને ખેડૂત મુદ્દે નિવારણ લાવવા સુધીની સલાહ આપી દીધી હતી. ખેડૂતોનું ધ્યાન હાલની સરકાર નહી રાખે તો આગામી દિવસોમાં માઠું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હાર્દિકની આજુબાજુમાં જે પોલીસ લગાડી છે એ પોલીસ જો માલિયા અને નિરવ મોદી બાજુ લગાડી હોત તો દેશને આજે નુકશાન ના થયું હોત, હું આગામી દિવસોમાં રાયપુર તરફ ખેડૂતો માટે ૩૦૦ કિલોમીટરની રેલી કાઢવા જઇ રહ્યો છું ખેડૂતોની માંગનીને નહી સ્વીકારે તો આગામી દિવસોમાં ખેડૂતોનો ગુસ્સો સરકારને મોંઘો પડશે. 


મોદીના રાજમાં બેકારી અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું 
ભાજપે વચન આપ્યું તું કે અમારી પૂર્ણ સરકાર આવશે તો રામ મંદિર બનાવશું જ્યારે હવે મોદી રામ મંદિર વિશે બોલતા પણ નથી. જો ભાજપ સરકાર રામ મંદિર નહિ બનાવે તો શુ પાકિસ્તાનમાંથી આવીને ઇમરાનખાન રામ મંદિર બનાવશે. ભાજપ સરકારના રાજમાં દેશમાં બેરોજગારી અને બેકારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જો ખેડૂતો, યુવાનો અને રામ મંદિર મુદ્દે સરકાર પગલા નહિ લે તો આગામી ચૂંટણીમાં સરકારને મોટુ નુકશાન થશે.