અમદાવાદ : શહેરના પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્રવધૂ ફિઝુએ તેના પિતા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રોટેક્શન હેઠલ રહેલી ફિઝુને ઘરે કે રૂબરૂ ધમકી ન આપી શકતા તેના પિતા મુકેશ પટેલને પોતાની જ દીકરીને ટેસ્ટ મેસેજ કરી મારી નાખવાની ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી છે. જજીસ બંગલોઝ રોડ પર દીપ ટાવરમાં રહેતી પોપ્યુલર બિલ્ડર એવા રમણ પટેલની પુત્રવધુ ફિઝુ પટેલ 1 ઓક્ટોબર 2020ના રોજ ફિઝુની પુત્રી આર્યાના  જન્મદિવસની પાર્ટી બાદ પતિ, સસરા અને સાસુ ફિઝુની માતાને મહેણા ટોણા મારવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફિઝુના પિતા મુકેશ પટેલે આ બંન્ને માં-દિકરીને મારો તેમ કહી ઉશ્કેરણી કરતા સાસુ, પતિ અને સસરાએ જેમ ફાવે તેમ બોલી ઝગડો અને તકરાર કરી હતી. ફિઝુને નાક પર ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બાપુ નિવૃત થાય છે? ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સભામાં કહ્યું આ મંત્રી મારા ઉતરાધિકારી છે


જે મુદ્દે ગત્ત 15 ઓક્ટોબર 2020ના રોજ પતિ મૌનાંગ, સસરા રમણ પટેલ, સાસુ મયુરીકા, પિતા મુકેશ વિરુદ્ધ વસ્ત્રાપુર સ્ટેશનમાં ફિઝુએ ફરિયાદ કરી હતી. જેમાં તેના પિતા મુકેશભાઇએ આગોતરા જામીન લીધા હતા. જ્યારે પતિ મૌનાંગ પણ જામીન પર મુક્ત થયો હતો. ફિઝુ અને તેની માતાને આરોપીઓથી ભય હોય તેઓએ પોલીસ અધિકારીને રજુઆત કરતા પોલીસ પ્રોટેક્શન અપાયું હતું. પિતા મુકેશભાઇ ફિઝુને ઘરે જઇ શકે તેમ ન હોવાથી 20 જાન્યુઆરી, 2021 ના રોજ સવારે 06.08 વાગ્યે તેણે પુત્રી ફિઝુને ‘I am gono to kill tomo I’ મેસેજ કર્યો હતો. 


સેલ્ફી કે મોત? હોડીમાં સેલ્ફી લેવા જતા બોટ પલટી જતા બે યુવાનોનાં નિપજ્યાં મોત


મેસેજ વાંચી ગભરાઇ ગયેલી ફિઝુએ પોલીસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી. જેને લઇ વસ્ત્રાપુર પોલીસે પોપ્યુલર બિલ્ડરના વેવાઇ મુકેશ ભગુભાઇ પટેલ વિરુદ્ધ ધમકી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોપ્યુલર બિલ્ડર વિરુદ્ધ વધારે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોપ્યુલર બિલ્ડર પહેલાથી જ પુત્રવધુના કારણે મુશ્કેલીમાં છે. તેમાં વધારે એક મુશ્કેલી સર્જાઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube