હાર્દિક દીક્ષિત/વડોદરા: દેશભરમાં આદી પુરુષ ફિલ્મના નિર્માણને લઈને ભારે વિવાદ સર્જાયો છે, ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે જે રામાયણ સિરિયલ તમે બાળપણમાં નિહાળતા હતા. તેના નિર્માતા રામાનંદ સાગર એ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં રામાયણનો છ મહિના સુધી અભ્યાસ કર્યો હતો અને બાદમાં રામાયણ સિરિયલની રચના કરવાનું સાહસ ખેડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જી હા..તમને જાણીને આશ્ચર્ય થશે કે એક માત્ર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્સિટી પાસે વાલ્મિકી કૃત રામાયણનું ક્રિટીકલક એડીશન ઉપલબ્ધ છે. જેને પ્રખર વિધવાનો દ્વારા 25 વર્ષની આકરી તપસ્યા બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. હાલ દેશભરમાં આદીપુરુષ ફિલ્મ ભારે વિવાદ જગાવી રહી છે. આ ફિલ્મમાં રામાયણની આખી વ્યાખ્યા જ બદલી નાખવામાં આવી છે. ફિલ્મમાં ભગવાન રામ, માતા સિતા, હનુમાન, તેમજ રાવણના પાત્રને અશોભનીય રીતે દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા અસલ રામાયણ તેમજ આદિ પુરુષ ફિલ્મ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવેલી આજના રામાયણ વચ્ચેનું અંતર સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 



વડોદરા શહેરમાં આવેલી વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટી માં વાલ્મિકી કૃત રામાયણ નું ક્રિટીકલ એડીશન ઉપલબ્ધ છે.અહી ઉપલબ્ધ પવિત્ર ગ્રંથ રામાયણમાં અનેક રહસ્યો છુપાયેલા છે. યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટમાં આ દુર્લભ ગ્રંથનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીંના ડાયરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિએ ઝી 24 કલાક સાથેની exclusive વાતચીતમાં જણાવ્યું હતું કે, આદિ પુરુષ ફિલ્મ અને અસલ રામાયણ વચ્ચે સરખામણીનો વિચાર શુદ્ધ કરવો એ મહાપાપ છે કારણ કે આદિ પુરુષના નિર્માતાઓ દ્વારા રામાયણનો કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વિના 600 કરોડ ખર્ચી ને પણ રામાયણ સિરિયલ જેવી ફિલ્મ ન બનાવી શક્યા. નિર્માતા દ્વારા હિન્દુ ધર્મની લાગણી સાથે ખેલવાડ કરવામાં આવ્યો છે.



રામાયણ પર આધારિત આદિપુરુષ ફિલ્મે આખા દેશમાં ભારે વિવાદ સર્જયો છે. છીછરી ભાષામાં લખાયેલા તેના સંવાદો તથા ભગવાન રામ, રાવણ સહિતના પાત્રોનુ ચિત્રણ, વેશભૂષા, સોનાની લંકાની જગ્યાએ કાળી લંકા એમ ફિલ્મની ઘણી બાબતો પર લોકો ભારે રોષે ભરાયા છે અને દૂરદર્શન પર 1987માં રિલિઝ થયેલી રામાનંદ સાગરની સિરિયલ રામાયણ સાથે લોકો તેની તુલના કરી રહ્યા છે.


રામાનંદ સાગરે તો અલગ અલગ ભાષામાં લખાયેલા સંખ્યાબંધ રામાયણનો અભ્યાસ કરીને સિરિયલ બનાવી હતી અને તેના કારણે આજે પણ આ સિરિયલ સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે.રામાનંદ સાગર એ રામાયણ સિરિયલ બનાવવા માટે ઈન્સ્ટિટયુટે પુસ્તક સ્વરુપે પ્રકાશિત કરેલી રામાયણની ક્રિટિકલ એડિશનનો પણ સહારો લીધો હતો.



એમ એસ યુનિવર્સિટી ના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં ફરજ બજાવતા સ્વર્ગસ્થ પ્રોફેસર M.M પાઠકને  રામાયણ સિરિયલ ની સ્ક્રિપ્ટ અને ડાયલોગ સિરિયલ ના નિર્માતા દ્વારા નિયમિત રીતે બતાવવામાં આવતા હતા.જેથી તેની ખરાઈ કરી શકાય તેમજ ગ્રંથ નું માન જળવાય.પરંતુ આદિ પુરુષ ફિલ્મને જોતા એવુ લાગે છે કે, ડાયરેકટર, પ્રોડયુસરે જાણે રામાયણને વાંચ્યુ જ નથી.કરોડો રૂપિયા વાપરીને પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી વાહિયાત ફિલ્મ બનાવી છે.જો તેમણે રામાનંદ સાગર જેવી તકેદારી લીધી હોત તો આજે આ દિવસ જોવાનો વારો આવ્યો ન હોત.



ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ માં રામાયણ ના ક્રિટીકલ એડીશન ને તૈયાર કરવાનો પ્રોજેકટ 25 વર્ષ સુધી ચાલ્યો હતો.તે સમયના વાઈસ ચાન્સેલર ડો.હંસા મહેતાના હસ્તે 1950 માં આ પ્રોજેકટ નો શુભારંભ કરાયો હતો.સિનિયર પ્રોફેસર G.H ભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ના ભાગરુપે રામાયણ પર લખાયેલી 3000 જેટલી હસ્તપ્રતો નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.


આ પૈકીની ઘણી હસ્તપ્રતો દેશના વિવિધ હિસ્સાઓ માં થી વડોદરા લાવવામાં આવી હતી.જેમાં નેપાળમાં 1050 માં લખાયેલી હસ્તપ્રત નો સમાવેશ થતો હતો.25 વર્ષની મહેનત બાદ રામાયણની ક્રિટીકલ એડિશનના સાત વોલ્યુમ તૈયાર થયા હતા. જે ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ માં સચવાયેલા છે.રામાયણ પર સંશોધન કરનાર કોઈ પણ વ્યક્તિ માટે આ ક્રિટીકલ એડિશનનો અભ્યાસ કરવો ખુબજ મહત્વનો ગણાય છે.