નર્મદા : આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બહુચર્ચિત RRR ની ટિમના ડાયરેક્ટર એસ એસ રાજામૌલિ, ફિલ્મસ્ટાર જુનિયર એન ટી આર અને રેમ ચરણે મુલાકાત લીધી હતી. આ અંગે પોતાના ડાયરેક્ટરે જણાવ્યું કે, અમારી મુવીના જે કિરદાર છે તે પણ સરદાર પટેલથી પ્રેરિત છે. સરદારની પ્રતિમા જોઈને પ્રભાવિત થયા છે. જો કદાચ સરદાર પટેલ પર મુવી બનાવવાનો મોકો મળશે તો બનાવીશ પણ બહુ મોટી જવાબદારી હશે કે સરદાર પટેલ પર મારે મુવી બનાવવું છે. જ્યારે ફિલ્મના કલાકાર જુનિયર એન ટી આરે જણાવ્યું કે, સરદાર પટેલને જ્યારે જોવા હોઈ ત્યારે માથું ઊંચું કરીને જ જોવા પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોથી લહેરની શરૂઆત? સતત ઘટી રહેલા કેસ વચ્ચે આજે 5 કેસનો વધારો!


જેથી અમે પણ માથું ઊંચી કરીને જ જોઈશું કદી પણ માથું નીચું નથી કરવાના માથું ઊંચુંકતીને જ જીવીશું. જયારે રામ ચરણે યુક્રેનમાં શુટિંગ દરમ્યાન તેના બોડી ગાર્ડ હતો. રસ્ટી નામનો જ્યારે યુદ્ધ થયું ત્યારે રામ ચરણ પર ફોન આવ્યો અને મદદ માંગી હતી. રામ ચરણે જણાવ્યું કે, મદદ કરી છે પણ ખૂબ મોટી મદદ ના કહી શકાય મારે હજુ એની મદદ કરવાની જરૂર હતી. 15 દિવસ અમે શુટિંગ કર્યું હતું. યુક્રેન માં ત્યારે રસ્ટી મારો બોડી ગાર્ડ હતો મદદ કરી છે પણ બહું મોટી મદદ ના કહી શકાય. 


અમદાવાદમાં પાણીની કોઇ સમસ્યા નહી રહે, મુખ્યમંત્રીએ 87 કરોડના કામને આપી મંજૂરી


અહીં આવીને અમારી એનર્જી વધી ગઈ છે. અમને ગુજરાતી જમવાનું પસંદ છે. ઘણા ગુજરાતી મિત્રો છે. અમદાવાદ અને બરોડામાં સરદાર પટેલ માથું ઊંચું કરીને જીવવાનું શીખવાડે છે. અત્રે નોંધનીય છે કે, સરદાર પટેલ જ એવું વ્યક્તિત્વ છે કે, જેણે દેશનાં તમામ રજવાડાઓ એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. અનેક રજવાડાઓને એકત્ર કરીને દેશનું નિર્માણ કરવું તે ખુબ જ અઘરુ કામ હતું તેમ છતા પણ તેઓએ આ કરી બતાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube