ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ થયા છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે અમદાવાદના રામોલ વિસ્તારની પ્રણામી સોસાયટીની જ્યાં રીક્ષા ચાલકે સિક્યુરિટી ગાર્ડ પર રીક્ષા ચડાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીમાં ભાજપના ધારાસભ્ય બાબુસિંહ જાદવનો પણ બંગલો આવેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વધુ એક પ્રોજેક્ટથી આદિવાસીઓમાં રોષ; અડધીરાત્રે ગુપચૂપ લેવાયો મોટો નિર્ણય


અમદાવાદના કાયદાઓ અને વ્યવસ્થા જાણે ભાંગીને ભૂકો થઇ ચુકી છે એવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે બુધવારની ગત બુધવારના રોજ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ પ્રણામી બંગલોમાં સોસાયટીના એક સભ્ય એ રેપીડો ઓનલાઇન કેબ સર્વિસમાંથી એક રીક્ષા ભાડે કરી હતી, ત્યારે રીક્ષા ચાલકે સોસાયટીમાં પ્રવેશ કર્યા પહેલા પ્રણામી બંગલો સિક્યુરિટી ગાર્ડ એ રજીસ્ટરમાં એન્ટ્રી કરવા કહ્યું હતું, પણ રીક્ષા ચાલકે રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની ના પડી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડે રીક્ષા ચાલકને દરવાજાની બહાર જ ઉભા રહેવા કહેતા રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો.


ગુજરાતમાં છેલ્લા 4 વર્ષની સૌથી તીવ્ર માવઠાની આગાહી; આ વિસ્તારોમા થશે 2થી 3 ઇંચ વરસાદ


ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ સાથે ઝઘડો શરુ કર્યો હતો. એટલામાં સોસાયટીના સભ્યો પણ એકઠા થઇ ગયા હતા અને રીક્ષા ચાલક સાથે રક્ઝક થઇ હતી. એટલામાં રીક્ષા ચાલકે રીક્ષા શરૂ કરીને સોસાયટીમાં બેફામ રીક્ષા ચલાવી હતી. એટલામાં સિક્યુરિટી ગાર્ડ નયનભાઈ એ રીક્ષા ચાલકને રોકવાનો પ્રયાસ કરવા જતા રીક્ષા ચાલકે જાણી જોઈને સિક્યુરિટી ગાર્ડ નયનભાઈ પર રીક્ષા ચડાવી દીધી હતી. જેના કારણે નયનભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ ઘટના બાદ રીક્ષા ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો, ત્યારે સોસાયટીના સભ્યોએ તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.


નકલી વસ્તુઓ બનાવવાની હરીફાઈ છે કે શું? હવે બ્રાન્ડેડ સિમેન્ટની થેલીમાં વેચાય છે આ!


પ્રણામી સોસાયટીના સભ્યોએ રામોલ પોલીસને જાણ કરતા રામોલ પોલીસે રેપીડોના રીક્ષા ચાલક સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. આ આખી ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે પણ પોલીસે રીક્ષા ચાલકની ઓળખ કરવાની પ્રકિયા શરૂ કરી છે. સાથે જ જે સોસાયટીના સભ્ય એ રેપીડો મારફતે રીક્ષા બુક કરાવી હતી. તેની વિગતો મંગાવીને પણ તપાસ શરુ કરી છે. 


TRB જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકૂફ; સીઆર પાટીલે અગાઉથી જ આપ્યા હતા સારા સંકેત


ઉલ્લેખનીય છે કે પ્રણામી બંગલો માં અમદાવાદના વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ આ સોસાયટીમાં રહે છે. આ ઘટના બનતાની સાથે સોસાયટીના સભ્યો પણ આશ્ચર્ય પામી ગયા છે, ત્યારે જોવું એ રહ્યું કે આ રીક્ષા ચાલક અમદાવાદ પોલીસની ગિરફ્તમાં ક્યારે આવે છે.