અતુલ તિવારી/અમદાવાદ: રામોલ ગેંગરેપ કેસમાં ઝડપાયેલા બે આરોપી પૈકી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીનો કર્મચારી હોવાની વાત સામે આવતા ABVP દ્વારા આરોપી અંકિત પારેખને ગુજરાત યુનીવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે ત્યારે ગુજરાત યુનીવર્સીટી ખાતે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ આરોપી અંકિત ગુજરાત યુનીવર્સીટી ખાતે માત્ર હંગામી કામગીરીમાં જોડાયો હોવાનું ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દ્વારા જણાવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ABVP દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ગુજરાત યુનીવર્સીટીમાંથી આરોપી અંકિત પારેખને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી સાથે જ સોશિયલ મીડિયામાં ફરી રહેલા મેસેજ કે જેમાં આરોપી અંકિતને ABVPના કાર્યકર તરીકે બતાવામાં આવી રહ્યો છે, તે મામલે પણ ફરી એકવાર સ્પષ્ટતા કરી અને કહ્યું કે, આરોપી અંકિતને ABVP સાથે કોઈ લેવાદેવા નથી અને તે ABVPનો કાર્યકર પણ ક્યારેય ન હતો. સાથે જ માગ કરી હતી કે આરોપી અંકિતને કડકમાં કડક સજા થવી જોઈએ.


ગુજરાતના કોઇ પણ વિસ્તારમાં પાણીની તકલીફ હોય તો 1961 નંબર પર જાણ કરો


રામોલ ગેંગરેપ મામલે ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર મામલે અંકિત પારેખની સંડોવણી બહાર આવતા જ ગુજરાત યુનીવર્સીટી દ્વારા આરોપી અંકિત અંગે તપાસ કરીને કેમ્પસમાં તેના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમજ અંકિત પારેખ યુનીવર્સીટીની હંગામી કામગીરીમાં જ જોડાયેલો હોવાથી તે ગુજરાત યુનીવર્સીટીનો કર્મચારી પણ ન કહી શકાય તેથી યુનીવર્સીટી દ્વારા કોઈ ખાસ કાર્યવાહી કરવાની પણ રહેતી નથી. પરંતુ ભવિષ્યમાં આરોપી અંકિતને કોઈ પણ હંગામી કાર્યક્રમમાં પણ જોડવામાં નહીં આવે તેની ખાતરી આપી હતી.



રામોલ ગેંગરેપ જેવી ઘટનાથી બચવા ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ પણ કરવામાં આવી હતી કે કોઈના તરફથી આપવામાં આવતી લાલચ કે, પ્રલોભનમાં આવ્યા વિના જે તે શાખાની મુલાકાત કરીને તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે. માટે ખોટા વાયદાઓ અથવા પ્રલોભનમાં ન આવવા વિનંતી પણ કરી હતી.