મૌલિક ધામેચા/અમદાવાદ: રામોલની યુવતી સાથે થયેલ ગેંગરેપ બાદ મોત મામલે હવે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. સાથે જ આરોપીઓને કડક સજા થાય તે માટે ઠોસ પુરાવા એકત્રિત કરવા માટે પણ એક ટીમને કામે લગાડાઇ છે. બીજી તરફ યુવતી અને આરોપી વિસ્તારની કેટલીક હોટલોમાં રોકાયા હતા તેની તપાસ કરી ડી.એન.એ ટેસ્ટ પણ આરોપીઓના કરાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીના મોત બાદ બીજેપી અને કોંગ્રેસના નેતાઓ સામ સામે આવી ગયા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી એબીવીપીનો કાર્યકર હોવાનું રટણ કરી રહી છે. ત્યારે ફરાર આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી રહી છે. જેને લઇ પોલીસ તપાસમાં કોઈ ખામી ના રહી જાય તે માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી રહી છે. મોડી રાત્રે ઝડપાયેલા આરોપી ચિરાગ અને અંકિતના મેડિકલ ટેસ્ટ બાદ મજબૂત પુરાવા એકત્રિત કરવા બંનેના ડી.એન.એ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. સાથે જ યુવતી સાથે આરોપીઓ ગેસ્ટ હાઉસમાં રોકાયો હોવાના પુરાવા મળતા જ આસપાસની અને હોટલો અને ગેસ્ટ હાઉસની તપાસ થઇ રહી છે.


સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું મોત થતાં અમદાવાદ પોલીસ સફાળી જાગી


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ અને અંકિતની ધરપકડ બાદએ એ વાતની કબૂલાત આરોપીઓ કરી હતી કે, યુવતી સાથે તેમનો શારીરિક સંબંધ હતો. અને તેને લઈને જ છેલ્લા કેટલાક સમયથી યુવતી બીમારી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહી હતી. આ મામલે અગાઉ પોલીસે ગર્ભવતી યુવતીના બાળકના પણ ડી.એન.એ ટેસ્ટ કરાવેલા અને હવે ચિરાગ અંકિતના ડી.એન.એ ટેસ્ટ કરાવી તેની સાથે મેચ કરાવવામાં આવશે.



રામોલ પોલીસે આ કેસની તપાસ માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી છે. જેમાંથી બે ટીમો ફરાર આરોપી હાર્દિક શુક્લા અને રાજને શોધખોળ કરશે. જ્યારે ત્રીજી ટીમ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી નક્કર પગલા ભરી રહી છે તો ચિરાગ અને અંકિતના વધુ રિમાન્ડ મેળવી પોલીસએ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. યુવતીને કોઈ લાલચ આપીને આ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું કે, કેમ અને અન્ય ફરાર આરોપીઓ પણ યુવતી સાથે કેવી રીતે પરિચિત થયા હતા. તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.