બનાસકાંઠાના આ ગામ માટે હોળી સાબિત થાય છે ગોઝારી એટલે લેવાયો છે મોટો નિર્ણય
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં રામસણ ગામ આવેલું છે. આ ગામ રામેશ્વરના પૌરાણિક નામથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહીં આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે.
અલ્કેશ રાવ, બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. દેશભરમાં જયારે ધામધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે પણ આ ગામમાં ઉજવણી નથી થતી.
પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં રામસણ ગામ આવેલું છે. આ ગામ રામેશ્વરના પૌરાણિક નામથી ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામે અહીં આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો એ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ. આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. આ દુર્ઘટના પછી હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે
હોળી અને ધૂળેટીના પ્રસંગે કાળીયા ઠાકરનાં દર્શને ભક્તોનું ઘોડાપુર
રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલો એ જણાવ્યા મુજબ 207 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. વર્ષો પહેલા પહેલા બનેલી ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેઓ આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે.