પાટણ BJPમાં મોટો અપસેટ! રણછોડ રબારીએ પાટણના રાજકારણને કર્યું અલવિદા, 27 વર્ષનો નાતો તૂટ્યો!
પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં રાજકીય સમીકરણ બદલાયા હતા. પાટણમાં રણછોડ રબારીની ટિકિટ કાપી રાજુલ દેસાઈને લાવવામાં આવ્યા હતા. બીજી બાજુ પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ રબારી દુઃખી હતા.
પાટણ: વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે. છતાં ગુજરાતની રાજનીતિમાં નાના મોટા અપસેટ ચાલું જ રહે છે. ત્યારે પાટણ ભાજપમાં મોટો અપસેટ સર્જાયો છે. પાટણ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય એવા પૂર્વ સંસદીય સચિવ રણછોડ રબારીએ પાટણ ભાજપનાં રાજકારણને અલવિદા કર્યું છે. આ સાથે જ રણછોડ રબારીનો પાટણનો 27 વર્ષનો નાતો તૂટ્યો છે.
પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં રાજકીય સમીકરણ બદલાયા હતા. પાટણમાં રણછોડ રબારીની ટિકિટ કાપી રાજુલ દેસાઈને લાવવામાં આવ્યા હતા. બીજી બાજુ પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ રબારી દુઃખી હતા. ત્યારે આજે એકાએક ધડાકો કર્યો હતો. એટલે કે રણછોડ રબારીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ મૂકી પાટણનાં રાજકારણને અલવિદા કર્યું હતું.
રણછોડ રબારીએ પોષ્ટમાં લખ્યું હતું કે, આજે હું અતિ દુઃખી છું. રણછોડ રબારીએ પાટણ ભાજપને અલવિદા કહેતા સોશ્યલ મિડિયામાં રણછોડ રબારીના સમર્થનમાં હજારો પોસ્ટ આવી રહી છે. રણછોડ રબારી આજે પાટણનાં સર્કિટ હાઉસ ખાતે પોતાના સમર્થકો અને પાટણ વાસીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈ દ્વારા આજે તેમના ફેસબુક પર પાટણ ભાજપના રાજકારણમાંથી અલવિદા કહેતો મેસેજ કરતા પાટણના કાર્યકર્તાઓની લાગણી અને તેમના સોશિયલ મીડિયામાં સંદીગતતા શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને ગેરસમજણ ઉભી થયી હતી. તેની સ્પષ્ટતા કરવા આ મામલે રણછોડ દેસાઈની મુલાકાત કરતા તેમને જણાવ્યું હતું કે, અગાઉ હું પાટણનો ધારાસભ્ય હતો અને હારનો સામનો કરવો પડ્યો હતો અને 2022ની ચૂંટણીમાં bjp પક્ષ દ્વારા ડૉ. રાજુલ દેસાઈને ઉમેદવાર તરીકે મુકવામાં આવ્યા હતા અને તેવો પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પાર્ટીના પ્રોટોકોલ મુજબ અગાઉ હું ચૂંટણી હાર્યો હતો તો પણ આ પાટણ વિધાનસભા મતક્ષેત્રમાં પાંચ વર્ષ લોકોની વચ્ચે રહ્યો. હવે પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ડૉ. રાજુલ દેસાઈને વિધાનસભાની ટિકિટ આપી અને તે પણ હાર્યા અને હવેના પાંચ વર્ષ તેઓ પાટણ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે. જેથી હું આ પાટણ વિધાનસભા મત વિસ્તારમાંથી વિદાય લઉ છું. તેમ મેં પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. બાકી પાર્ટીમાં કોઈ મતભેદ નથી.