રાજકોટ : કોરોના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાનાં કારણે લોકોમાં ઉતરાયણનો પ્રમાણમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. જો કે અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે સાથે ક્યાંક ડાન્સ તો ક્યાંક ચિક્કીઓ અને ઉંધીયાનો આનંદ માણ્યો હતો. રાજકોટમાં અનોખી રીતે પીપીઇ કીટ પહેરીને પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. પીપીઇ કીટ પહેરીને ડાન્સ અને ગરબા પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજયનગરમાં ઉતરાયણનાં દિવસે પતંગ ચગાવવાના બદલે લોકો લગાવે છે દોટ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટવાસીઓ કંઇક અનોખુ કરવા માટે જાણીતી છે. રાજકોટમાં કેટલાક યુવક અને યુવતીઓએ સરકારી ગાઇડ લાઇન વચ્ચે પીપીઇ કીટ પહેરીને પતંગો ચગાવ્યા હતા. આ ઉપરાંત આ કીટ પહેરીને જ બપોરે પવન પડી જતા ગરબાઓ પણ રમ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ લોકો ધાબે વધારે પ્રમાણમાં એકત્ર ન થાય તેવા અનેક મુદ્દાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. અમદાવાદમાં જો કે દર વર્ષની તુલનાએ ઉત્સાહ ખુબ જ ઓછો જોવા મળ્યો હતો.


[[{"fid":"303224","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(PPE કીટ પહેરીને રાજકોટવાસીઓએ ઉજવી ઉતરાયણ)


કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉતરાયણના અનેરા ઉત્સાહ વચ્ચે કેટલાક ઇમરજન્સી કેસો પણ નોંધાયા હતા.  ઉતરાયણના તહેવાર દરમિયાન દોરીથી ગળા નીચે પડવાના અનેક કોલ મળ્યા છે. અમદાવાદના વિસત સર્કલ પાસે 7 વર્ષનો બાળક પતંગ પકડવા જતા કારની અડફેટે આવી ગયો હતો. તેને હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઉપરાંત બપોર સુધીમાં 1000 જેટલા ઇમરજન્સી કોલ 108ની ટીમને મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત બન્યા છે. જ્યારે પક્ષીઓની ઘાયલ થવાની સ્થિતીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સારી કામગીરી કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube