ભાવિન ત્રિદેવી/ જૂનાગઢ: જૂનાગઢ શહેર નામાંકિત ડોકટર દિવ્યાંગ પટેલ પાસેથી ગેરકાયદેસર 50 લાખની ખંડણીની માંગણી કરનાર એક શખ્સને ગણતરીની કલાકોમાં એલસીબી પોલીસે પકડી પાડવામાં આવ્યો. ધીરજ મહેતા નામના આરોપીએ જૂનાગઢના ડોકટર દિવ્યાંગ પટેલને ફોન કરી ધમકી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે 50 લાખ રૂપિયા તારે આપવા પડશે બાકી તને હું જાનથી મારી નાખીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1175 દર્દીઓ નોંધાયા, 11 દર્દીના મોત


ત્યારબાદ ડોકટર દિવ્યાંગ પટેલે તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી અને આરોપી ધીરજ મહેતાનું મોબાઈલ રેકોર્ડિંગ આપી પોલીસે દિવ્યાંગ પટેલની ફરિયાદ દાખલ કરવામાં આવી અને જૂનાગઢ એસ.પી દ્વારા એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં વિસવાદરના રૂપાવટી ગામેથી ધરપકડ કરવામાં આવી હાલ એલસીબી પોલીસ વધુ એ દિશામાં તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો:- સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ


હું આ વ્યક્તિને ઓળખતો નથી. મને જ્યારે કોઈ અજાણ્યા મોબાઇલ નંબરમાંથી ફોન આવ્યો, મને પૂછવામાં આવ્યું કે ડોકટર દિવ્યાંગ પટેલ બોલો છો. મેં જવાબ દીધો હા, તે આરોપીએ મને જણાવ્યું કે જીવું કે મરવું. બે ઉપાય છે. જો જીવવું હોય તો 50 લાખ રૂપિયા તારે આપવા પડશે અને રૂપિયા નહીં આપવા હોય તો તને હું મુકીશ નહીં. તને મારી નાખીશ. 


આ પણ વાંચો:- પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે માગ્યા વધુ રૂપિયા


ત્યારબાદ મેં પોલીસને જાણ કરતા પોલીસ પણ મારી હોસ્પિટલ દોડી આવી અને મેં બી ડિવિઝન પોલીસમાં ખંડણી મંગવામાં તેના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી વધુ તો એ દિશા માં પોલીસ તપાસ ચલાવી રહી છે. દિવસે દિવસે જેમ બેકારી ફાટી નીકળી છે. તેમ તેમ ખંડનીખોરો વધુ ખંડણીની માંગણી કરવા લાગ્યા છે. ક્યાંક કોઈને આર્થિક સંકડામણ હોય ક્યાંક પોતાના મોજશોખ પુરા કરવા બીજાને ટાર્ગેટ બનાવી ધાખ ધમકી આપી ડરાવીને મોટી રકમની ખંડણી માંગવામાં આવશે છે.


આ પણ વાંચો:- ઝારખંડથી માત્ર આ કામ માટે વિમાનમાં બેસી આવતા ગુજરાત, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ


આવી ઘટનામાં ક્યારેક નિર્દોષ લોકો હત્યાનો ભોગ બને છે. આવી ઘટના અનેક સામે આવી છે. તેવી રીતે આ ધીરજ મહેતા નામના આરોપીએ દિવ્યાંગ પટેલ પાસેથી 50 લાખની ખંડણી માંગવામાં આવી છે. પણ પોલીસ તેના મૂળ સુધી પહોંચવા આજે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યું અને આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગવામાં આવશે. ત્યારબાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube