Rapar Gujarat Chutani Result 2022 રાપરમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી, વિરેન્દ્રસિંહ જાડેજાની થઈ જીત
Rapar Gujarat vidhan sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Rapar Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે. કચ્છ જિલ્લાની 6 માંથી હાલ રાપર એકમાત્ર એવી બેઠક છે કે જેના પર કોંગ્રેસના ધારાસભ્ય છે.
રાપરમાં ભાજપની મોટી જીત
ભાજપે રાપર બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાની જીત થઈ છે. તો કોંગ્રેસ ભચુભાઈ આરેઠીયાની હાર થઈ છે. આ બેઠક પર રી કાઉન્ટિંગ કરવાની પણ માંગ ઉઠી હતી. કોંગ્રેસ ઉમેદવારએ રી કાઉન્ટિંગની માંગ કરી હતી. જેમાં ફરીવાર ગણતરી કરવામાં આવી હતી.
કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે.
રાપર વિધાનસભા બેઠકઃ -
રાપર વિધાનસભા બેઠક 2,49,947 મતદારો ધરાવતી અને વિસ્તારની દ્રષ્ટીએ મોટી બેઠક છે. રાપર નજીક જ હડપ્પન સંસ્કૃતિના જુના શહેર ધોળાવીરા સ્થિત છે. રાપર વિધાનસભા બેઠક કચ્છ લોકસભામાં સમાવિષ્ટ બેઠક છે. રાપર વિધાનસભા બેઠક પર 1,05,932, પુરુષ મતદાર અને 94385 મહિલા મતદારો છે, એટલે કે 50 ટકા જેટલા મતદાર મહિલા છે. આ વિસ્તારમાં કુલ 138 ગામ આવેલા છે. રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ બે તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉ તાલુકાના ધોળાવીરા, ખરોડા, કલ્યાણપુર, જાનન, રતનપર, ગઢડા, અમરાપર સહિતના 46 ગામોનો સમાવેશ થાય છે.
મુદ્દાઃ-
રાપર વિધાનસભા બેઠક હેઠળના ઘણા વિસ્તારોમાં આજે પણ પાયાના પ્રશ્નો અંગે લોકોમાં નારાજગી છે. જનતા રખડતાં ઢોર, પાણી, નર્મદાનો મુદ્દો, ટ્રાફિક સમસ્યા, પોલીસની પજવણી સહિતના મુદ્દે પરેશાન થઈ રહી છે. આ દરમિયાન કોરોના કાળમાં રાપર તાલુકામાં દર્દીઓને ઑક્સીજન અને વેન્ટિલેટર મળી રહ્યાં નહોતા. કપરા સમયમાં જ સ્થાનિક ધારાસભ્ય સંતોકબેન લાંબા સમયથી પોતાના મત વિસ્તારમાં ન દેખાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
2022ની ચૂંટણી: -
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ વીરેન્દ્રસિંહ જાડેજા
કોંગ્રેસ બચુભાઈ આરેઠિયા
આપ અંબાભાઈ પટેલ
2017ની ચૂંટણી: -
આ બેઠક પર 2017માં યોજાયેલી ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠિયાએ ભાજપના ઉમેદવાર પંકજ મહેતાને હરાવ્યા હતા. ત્યાર પહેલા વર્ષ 2014ની વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના પંકજ મહેતા જીત્યા હતા.
2012ની ચૂંટણી: -
જયારે વર્ષ 2012માં ભાજપના જ વાઘજીભાઈ પટેલ વિજેતા બન્યા હતા. વર્ષ 2014માં ભાજપના પંકજ મહેતાએ કોંગ્રેસના બાબુ મેધજી શાહને કરતા 12 ટકા વધુ મત મેળવ્યા હતા. જયારે વર્ષે 2007માં આ બેઠક કોંગ્રેસના બાબુ મેધજી શાહે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને હરાવીને જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube