ભાવિન ત્રિવેદી/ જૂનાગઢ: જૂનાગઢ જીલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દુષકર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. 17 વર્ષની વિદ્યાર્થીની સાથે એક શિક્ષકે છેડછાડ અને અન્ય ત્રણ શખ્સોએ દુષ્કર્મ કર્યાનું સામે આવતા પોલીસ દ્વારા ચારમાંથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ દાખલ થઇ કે ચોરવાડમાં આવેલ જે.પી.ચારીયા સ્કૂલની અંદર આવેલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 17 વર્ષની સગીરા સાથે સ્કૂલના શિક્ષક પ્રવીણ સેવરાએ નજર બગાડી હતી જેમાં શિક્ષકે સગીરાને લવ લેટર મામલે પકડી લીધી હતી અને ત્યાર બાદ તેની નજર બગડતા તેની સાથે છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું.


યુવાનોમાં વધ્યો ખાદીનો ક્રેઝ, અહીં મળે છે આજના ટ્રેન્ડને ટક્કર આપતા વિવિધ ડિઝાઈનર વસ્ત્રો


ત્યારબાદએ જ સગીરા સાથે અન્ય ત્રણ શખ્સો પણ દુષકર્મ ગુજાર્યા પોલીસ ફરીયાદ સામે આવી છે જેમાં અન્ય ત્રણ શખ્સોમાં અમીત ગૌસ્વામીને છેલ્લા 2 વર્ષથી અફેર હતો અને તેને પણ અલગ-અલગ જગ્યા સગીરાને લઈ જઈને દુષકર્મ આચર્યું હતું. જયારે અન્ય એક શખ્સ મુસ્તાક લાખાએ પણ સગીરા સાથે બે વાર દુષકર્મ આચર્યું હતું અને ત્રીજો શખ્સ પ્રોમીસ ચુડાસમાએ પણ સગીરા સાથે બે વાર દુષકર્મ આચર્યું હતું.


પાવાગઢમાં જોવા મળ્યા વિચલિત કરતા શ્રદ્ધાના દ્રષ્યો, મંદિર પરિસરમાં મહિલાની હરકત જોઈ લોકો ડઘાઈ ગયા


આમ કુલ ચાર શખ્સો સામે પોસ્કો કલમ હેઠળ દુષકર્મની ફરિયાદ દાખલ થતા ચોરવાડ પોલીસે અમીત ગૌસ્વામી અને મુસ્તાક લાખાની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે શિક્ષક પ્રવીણ સેવરા અને પ્રોમીસ ચુડાસમા ફરાર છે. હાલ દુષ્કર્મ મામલે ફરાર બંને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. ત્યારે 17 વર્ષની સગીરા સાથે શિક્ષક સહીત ચાર સામે દુષ્કર્મની ચોરવાડ પોલીસમાં ફરીયાદ થતા ચારેય શખ્સો સામે ફિટકાર વર્ષી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube