રાજકોટ : શહેરના કાલાવડ રોડ પરના વામ્બે આવાસમાં ચાર દિવસ  પહેલાં હિચકારી ઘટના બની હતી. અહીં  ફરસાણના વેપારી એવા 30 વર્ષીય નૈમિષ મહેન્દ્ર તન્નાએ પોતાનાપાડોશીની ચાર વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં વધારે તપાસ કરતા પોલીસને પુરાવો મળ્યો છે કે આ રાક્ષસે દુષ્કર્મ જ નહીં પરંતુ બાળકી પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આ ખુલાસા પછી આરોપી પર વધારે પોલીસ કલમ ઉમેરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે વામ્બે આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતી 4 વર્ષની બાળકી શનિવારે બપોરે 12 વાગ્યે પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે તેના એપાર્ટમેન્ટના ઉપરના માળે રહેતા ફરસાણના વેપારી નૈમિષે નાસ્તો કરાવવાની લાલચે તેને પોતાના ઘરમાં બોલાવી હતી અને પછી દુષ્કર્મ આચર્યું હતું. 


સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના કારણે જૂનાગઢનો યુવક થયો જેલભેગો


બાળકીની માતા જ્યારે તેને શોધવા નીકળી ત્યારે માતાનો અવાજ સાંભળતા તે નૈમિષના ઘરમાંથી બહાર આવી હતી. આ બાળકીના આંતરવસ્ત્ર ભીના લાગતાં માતાએ તપાસ કરતા નૈમિષે દુષ્કર્મ આચર્યું હોવાનું જાહેર થયું હતું. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી નૈમિષ તન્ના સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. પોલીસે બાળકીના કપડાં તેમજ આરોપીના કપડાં પણ જપ્ત કર્યા હતા અને આરોપીનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું, નૈમિષે બાળકી પર માત્ર દુષ્કર્મ જ નહીં, પરંતુ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય પણ આચર્યું હોવાના પુરાવા મળતાં પોલીસે આઇપીસી 377નો પણ ઉમેરો કર્યો હતો.