રાજકોટઃ રાજકોટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમ 376 (2)(N), 506 સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
ભારતીય ક્રિકેટર અને રાજકોટના વતની ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જીત પાબારીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ એક 29 વર્ષીય યુવતી દ્વારા નોંધાવવામાં આવી હતી. આ યુવતીએ કહ્યું કે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે મારી સગાઈ થઈ હતી. 


મીડિયા સાથે વાત કરતા ફરિયાદી યુવતીએ કહ્યું કે  લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.  સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી. પીડિતાએ પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. યુવતીએ કહ્યું કે પોલીસે ફરિયાદ લેવાને બદલે મને ધક્કા ખવડાવ્યા હતા.