પ્રેમલ ત્રિવેદી/પાટણ: 21મી સદી સાથે લોકો ટેક્નોલોજીની સાથે કદમથી કદમ મિલાવતા આગળ વધી રહ્યા છૅ. છતા પણ જે અંધશ્રદ્ધાના દુષણ આજે પણ સમજોમાં જોવા મળી રહ્યું છૅ અને તેના કારણે અનેક જિંદગીઓ ખપ્પરમાં હોમાઈ ગઈ છૅ. ત્યારે અંધ શ્રદ્ધાનો કિસ્સો પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છૅ, જેમાં જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ભુવાજી પાસે માનતા પૂર્ણ કરવા ગયેલ પરિવારની યુવતીને વિધિ કરવાનાં બહાને ભુવાજી યુવતીને બહાર લઇ જઈ શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છૅ. ત્યારે આ અંગે વાગડોદ પોલીસ મથકે નરાધમ ભુવાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભવાજી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છૅ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા પૂર બાદ વેપારીઓ માટે રાહત પેકેજ જાહેર; કોને કેટલો મળશે લાભ, આ રીતે કરો અરજી


પાટણના સરસ્વતી તાલુકાના ભુવાજી પ્રભાતજી ઠાકોર નામના ભુવાજી પર આરોપ લાગ્યો છે. માનતા કરવા ગયા હતા ત્યારે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી અગાઉ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જે પાછી આવી જતા બાધા પુરી કરવા પરિવાર ભુવાજી પાસે ગયો હતો. ભુવાએ વિધિના નામે યુવતીને નિઃવસ્ત્ર કરી દુષ્કર્મ કર્યું. યુવતીએ ખેરાલુ કોર્ટના જજ સમક્ષ ફરિયાદ કરતા પોલીસ કેસ થયો હતો. મહેસાણના ખેરાલુ પોલીસે ફરિયાદ નોંધી પાટણના વાગડોદ ખાતે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. વાગડોદ પોલીસે ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


'ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, વર્લ્ડ ટેરર કપ શરૂ થશે', અ'વાદીઓના મોબાઈલ પર આતંકી ધમકી


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ના ખોડાણા ગામે આવેલ ભુવાજી પ્રભાતજી ઠાકોરના સ્થાનકે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયેલ ખેરાળુંનો પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છૅ. જેમાં સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો મહેસાણા તાલુકાના ખેરાળું તાલુકાની યુવતી થોડા સમય અગાઉ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ આ અંગે પરિવારે ખેરાળું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 


એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, બારે મેઘ થશે ખાંગા!


બીજી તરફ દીકરી ઘરે પરત આવે તે માટે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે આવેલ ભુવાજી પ્રભાતજી ઠાકોરના સ્થાનકની બાધા રાખી હતી. ત્યારબાદ યુવતી પરત આવતા પરિવાર યુવતીને લઇ ખોડાણા ગામે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયેલ તે દરમ્યાન નરાધમ ભુવાજી પ્રભાતજી ઠાકોરની દાનત બગાડતાં હવસનો ભૂખ્યો ભુવો યુવતીને વિધિ કરવાનાં બહાને સ્થાનકની બહાર લઇ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી યુવતીને તેના પ્રેમી સાથે પરત મોકલવાની લાલચ આપી હતી. 


ગુજરાતના નાળિયેર પકવતા ખેડૂતોને બખ્ખાં! મળી રહી છે 75 ટકા સહાય, કેવી રીતે કરશો અરજી?


આ બાબતની કોઈને જાણ ન કરવા માતાજીની સોગંધ આપી હતી, ત્યારે આ પ્રકારનું નિવેદન તેને ખેરાળું નામદાર કોર્ટમાં આપતા છેવટે આ ફરિયાદ ખેરાળું પોલીસ મથકથી ફરિયાદ ટ્રાન્સફર કરી સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકે કરવામાં આવતા દુષ્કર્મની ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ખોડાણા ગામે નરધામ ભુવાજીની શોધ ખોળ શરૂ કરી છૅ. તેમજ જે જગ્યા પર ઘટના બની તે સ્થળ પર જઈ તપાસનો દોર ધમ ધમતો કર્યો છૅ.


વિવાદિત હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર, કોર્પોરેટરના પ્રશ્ન પર કમિશનરની સ્પષ્ટતા