• વીડિયોના જાણ સગીરાના પરિવારજનોને થઈ હતી. તેથી પરિવારે પૂછપરછ કરતા સગીરાએ તમામ માહિતી જણાવી દીધી

  • કિશોરીને ફરી બોલાવતા અને તે વશ ન થતા તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો


પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણના સાંતલપુર તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થીની સાથે ત્રણ નરાધમોએ શાળાની એક ઓરડીમાં પીંખી નાંખી હતી. એક માસ અગાઉ કિશોરીની લાજ છરીની અણીએ લૂંટવામાં આવી હતી. એટલુ જ નહિ, દુષ્કર્મીઓએ કિશોરીનો અશ્લીલ વીડિયો ઉતારી વારંવાર તેને બદનામ કરવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ, નરાધમો આટલે અટક્યા ન હતા. કિશોરીને ફરી બોલાવતા અને તે વશ ન થતા તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ ઘટનાની જાણ કિશોરીના ભાઈને થતા તેણે ત્રણેય ઈસમો વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સાંતલપુર તાલુકાના ગામે રહેતી એક સગીરા એક મહિના અગાઉ કપડાની ખરીદી કરવા ગઈ હતી. તે સમયે તે સાંતલપુર જૂની પ્રાથમિક શાળાની પાછળ બાથરૂમ કરવા ગઈ હતી. ત્યારે ત્રણ શખ્સો મિતાઝ ખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ તેનો પીછો કર્યો હતો. જેમાંથી શક્તિસિંહે સગીરાને છરી બતાવી તેના મોઢે ડુચો માર્યો હતો. આ બાદ વારાફરતી ત્રણેય શખ્સોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન ક્રુર નરાધમોએ સગીરા સાથેના દુષ્કર્મનો વીડિયો પણ બનાવ્યો હતો. 


આ પણ વાંચો : ગુજરાત સરકારના એક નિર્ણયથી રંગ-પીચકારી વેચતા વેપારીઓની જિંદગી બેરંગ બની 


આ વીડિયો બતાવીને ત્રણેય શખ્સોએ સગીરાને હેરાન કરવાનું શરૂ કર્યું. વીડિયો વાયરલ કરવાની વારંવાર ધમકી આપવા લાગ્યા. એટલુ જ નહિ, થોડા દિવસ પહેલા સગીરા અને તેની બહેનપણીને પણ વીડિયો બતાવીને એકાંતમાં મળવાની વાત કરી હતી. આ વાતથી સગીરા ડરી ગઈ હતી. નરાધમો સગીરાને આ વીડિયો ગામના ગ્રૂપમાં વાયરલ કરી દઈશું તેવી ધમકી આપતા હતા. જોકે, સગીરા તાબે ન થતા ત્રણેય શખ્સોએ તેનો વીડિયો વયારલ કર્યો હતો. 


આ પણ વાંચો : સુરત-અમદાવાદ બન્યું કોરોનાનું એપી સેન્ટર, રાજ્યમાં 80% દર્દીઓ ઘરમાં ક્વોરેન્ટાઈન


વીડિયોના જાણ સગીરાના પરિવારજનોને થઈ હતી. તેથી પરિવારે પૂછપરછ કરતા સગીરાએ તમામ માહિતી જણાવી દીધી હતી. આ અંગે ભોગ બનારના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઆઇ એ.પી.સોલંકી જણાવ્યુ હતુ કે હાલમાં ભોગ બનનારનુ મેડીકલ ચેક અપ હાથ ધરાયુ છે તેમજ આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિ માન કર્યા છે.


આ પણ વાંચો : આ ઉનાળામાં ગીરની કેસર કેરી ખાવાની મજા આવશે, આટલા સસ્તા ભાવે વેચાવાની શક્યતા