બોટાદઃ બોટાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે. મોડી રાત્રે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બાળાત્કારનો ગુનો નોંધીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરી છે. 
 
બોટાદમાં ભાંભણ રોડ પર એક બાળકી તેના ઘર પાસે મેદાનમાં રમતી હતી. આ દરમિયાન એક 22-24 વર્ષનો યુવાન ત્યાં આવ્યો હતો અને તેને પતંગ બતાવવાની લાલચ આપી ફોસલાવીને લઈ ગયો હતો. હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાનકડી બાળકી પર આવો અત્યાચાર ગુજારવામાં આવતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની તબિયત સ્થીર હોવાનું જાણવા મળ્યું છે. બોટાદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટીમો કામે લગાડાઈ છે. સાથે જ પોલીસે સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે, જે કોઈ આ ઘટના અંગે થોડું પણ જાણતા હોય તો પોલીસનો સંપર્ક કરે.


[[{"fid":"192206","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ઘટના અંગે બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, "છ વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બહાર આવી છે. બોટાદના બાંભણ રોડ ઉપર માતાવાળી 376, પોક્સો અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકીની સ્થિતી સારી છે. બાળકી તેના ઘરની સામે આવેલા મેદાનમાં રમતી હતી. એ દરમિયાન તેને પતંગ બતાવવાની લાલચ આપીને 20થી 22 વર્ષની બાળકીને એકાંત સ્થળે જઈને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે તમામ તંત્રને કામે લગાડ્યું છે. શંકાસ્પદ વ્યક્તિના વિવિધ ફોટોગ્રાફ્સ મેળવાયા છે અને તેનો સ્કેચ પણ તૈયાર કરાયો છે."