ગાંધીનગર : બાળકીઓ ઉપર થતા દુષ્કર્મના જધન્ય અપરાધો સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. બાળકીઓ ઉપરના અત્યાચાર સામે પોકસોના કેસમાં માત્ર એકજ માસમાં ત્રણ કેસ ઉકેલી ગુજરાતે દેશને રાહ ચીંધી વડાપ્રધાનનું સપનું સાકાર કર્યુ. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પોતાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે જીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા સૂચના આપી છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. સુરતમાં પાંડેસરાની બાળકીના દુષ્કર્મ કેસ સામે દેશ ભરમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આરોપીને ફાસીની સજા અને રૂા. ર૦ લાખનો દંડ ફટકારાયો છે. ગુજરાત પોલીસ અને ન્યાયતંત્ર અભિનંદનને પાત્ર છે. રાજયની બહેનોને સુરક્ષા માટેની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંકલ્પબધ છે. આગામી સમયમાં આવા બનાવો ન બને તે સંદર્ભે જનજાગૃતિ કેળવવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. બાળકીઓ ઉપર થતા આવા જધન્ય કૃત્યો સામે રાજય સરકારની જીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આ ઉદ્યોગને કોઇ રાહત નહી મળે તો ભાવનગરનો સમ ખાવા પુરતો એકમાત્ર ઉદ્યોગ પણ થશે બંધ


ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે જીરો ટોલરન્સની નીતિ અપનાવી અસરકારક કામગીરી કરી છે. જેના પરિણામે ગુજરાતમાં માત્ર એક જ માસના ટુંકા ગાળામાં પોકસોના ત્રણ કેસો ઉકેલી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીને દેશને રાહ ચિંધ્યો છે. મંત્રી સંઘવીએ સુરતના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યા સંદર્ભે ન્યાયતંત્ર દ્વારા જે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે ત્યારે ન્યાયતંત્ર અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવતા કહ્યું કે, વડાપ્રધાન નરેનદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે જીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા વિવિધ રાજયોની ડી.જી.પી. કોન્ફરન્સ અને અન્ય બેઠકોમાં કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. તે સંદર્ભે ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. 


ગુજરાતીઓની ચાંદી જ ચાંદી: રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણય


મંત્રી સંઘવીએ ઉર્મેયુ કે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની મહિલાઓને વધુને વધુ સુરક્ષિત કરવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે મહિલાઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે,  ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને તે માટે રાજય સરકાર હર હંમેશ ચિંતિત છે. મંત્રીએ ઉમેર્યુ કે, સુરતના પાંડેસરા ખાતે  અઢી વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસ ગુજરાત પોલીસ તેમજ તેની સાથે સંકળાયેલ એજન્સીઓ  મેડિકલ ટીમ અને એફ.એસ.એલ.ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આવા જધન્ય ગુનાઓમાં ન્યાયતંત્ર દ્વારા પણ ખૂબ ત્વરીત ન્યાય આપીને ભારતના ન્યાયતંત્રમાં ખૂબ સારૂ ઉદાહરણ પુરૂ પાડયું છે. 


GUJARAT ને ટીબી મુક્ત બનાવવા માટે તમામ જનપ્રતિનિધિઓ ઝુંબેશમાં જોડાય: નીમાબેન આચાર્ય


તેમણે ઉમેર્યુ કે, ચોથી નવેમ્બરના રોજ અજાણ્યા વ્યક્તિ દ્વારા અઢી વર્ષની બાળકીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાઇ હતી. બાળકી ગુમ થયાની ગંભીરતાને ધ્યાને લઇને સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનેથી મદદ મેળવી ૨૦૦ થી ૨૫૦ જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ બનાવીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુનાની તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાની નજીકના સી.સી.ટી.વી. કેમેરાના આધારે પોલીસ ટીમ દ્વારા આ કેસના આરોપી ગુરૂકુમાર મધેશ યાદવની ધરપકડ કરી દિન -૩ ની કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. અને માત્ર પાંચ જ દિવસમાં એફ.એસ.એલ.નો રીપોર્ટ મેળવીને સાત દિવસની અંદર ૨૪૬ પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરાઇ હતી. ચાર્જશીટ થયાના માત્ર ૨૧ દિવસમાં  કોર્ટ દ્વારા ટ્રાયલ પુર્ણ કરી કેસના આરોપીને દોષિત ઠેરવી, આરોપીને ફાસીની સજા તેમજ રૂા. ૨૦ લાખનો દંડ ફરમાવ્યો છે. 


સાધુએ મહિલાને કહ્યું આ ચલતી ક્યાં? રંગીલા રાજકોટની બાવરી યુવતીએ પછી તો જે કર્યું...


મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, આગામી સમયમાં આવા બનાવો ન બને તે માટે રાજય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને મહત્વનો એકશન પ્લાન બનાવવા જઇ રહી છે જે માટે જનજાગૃતિ કેળવાશે. વિવિધ શહેરોમાં મોબાઇલની દુકાનો ઉપર મોબાઇલમાં પોર્નોગ્રાફિ ડાઉનલોડ કરી આપવામાં આવતી હોય છે. તેવી દુકાનો ઉપર પોલીસ ચાપતી નજર રાખી અસરકારક કામગીરી કરશે. સાથે સાથે જનજાગૃતિ માટે હોડિગ્સ દ્વારા આવા કેસોમાં થયેલ સજા સંદર્ભે પણ પ્રચાર-પ્રસાર કરાશે જેનાથી આવા કૃત્યો કરનારા પણ ચેતી જશે. ગુહ મંત્રીએ વડોદરા ગેંગરેપ કેસ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં કહ્યુ કે ગેગરેપ કે રેપ જેવા બનાવો સામે રાજય સરકાર કડકમાં કડક હાથે કામગીરી કરી રહી છે અને કરશે જ આવા તત્વોને સાખી લેશું નહી. વડોદરા કેસની તપાસ માટે પણ ગુજરાત પોલીસના ચુંનદા અધિકારીઓની ટીમ બનાવી SIT ની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વિવિધ સ્થળો સહિત CCTV ના ફુટેજ તેમજ અન્ય પુરાવાઓની તપાસ હાલ ચાલી રહી છે અને ટુંક સમયમાં જ આ કેસનો ઉકેલ આવી જશે એવો અમને વિશ્વાસ છે. અને ગુનેગારોને આપણે કડકમાં કડક સજા અપાવી શકીશું તેમ તેમણે ઉમેર્યુ હતુ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube