રાજુ રૂપારેલિયા/દ્વારકા :હાલ ગુજરાતમાં અનેક જગ્યાઓછી ઢોંગી ભુવાઓ પકડાઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકા ભાટવાડિયા ગામે એક ઢોંગી ભુવાએ હદ કરી નાંખી છે. તેને સાડા તેર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. બાળકીને કેટલાક સમયથી સારૂ ન રહેતાં પરિવારજનો ભુવા પાસે લઇ ગયા હતા જ્યાં ભુવાએ એની પર દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોગ બનનાર બાળકી થોડા સમયથી બેચેન રહેતી અને તેનું સ્વાસ્થ્ય પણ સારું ન રહેતુ હતું. તેથી તેનો પરિવાર તેને ભાટિયાથી આઠ કિલોમીટર દૂર ભાટવાડિયા ગામમાં રહેતા એક ઢોંગી ભુવા પાસે લઈ ગયો હતો. ત્યારે ભરત કરશન સોનગરા નામના એક ઢોંગી ભુવાએ પહેલા તો થોડીવાર ધતિંગ કર્યું અને પછી બાળકીનાં કુટુંબીજનોને કહ્યું કે, આને એકલી લઇ જઈને બધી વિધિ ખેતરમાં કરવાની છે. ત્યારે પહેલા તો બાળકીના પરિવારજનોએ ના પાડી હતી.


પરંતુ બાદમાં ભૂવાએ મામાદેવ તમારાથી નારાજ થશે તેમ કહીને ડરાવ્યું હતું. બાદમાં પરિવારે બાળકીને લઈ જવાની પરમિશન આપી હતી. લંપટ બાવાએ સાડા તેર વર્ષની માસુમ બાળકીને ખેતરમાં લઈ ગયો હતો, અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીએ બાળકીને ડરાવી-ધમકાવીને કહ્યુ કે, જો કોઈને કહ્યું છે તો તારી ખેર નથી. તેણે બાળકીને કંઈ ન કહેવા મજબૂર કરી હતી. પણ બાદમાં બાળકીએ પરિવારને બધુ જાણ કરી હતી.


ત્યાર બાદ બે દિવસ બાદ તેમના પરિવારજનોને ખબર પડતાં તેઓએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી ભરત બાવાને બાતમીનાં આધારે પકડી પાડ્યો હતો. તેના પર 376 કલમ તેમજ પોસ્કોની કલમ લગાડવામાં આવી છે.