તેજશ મોદી, સુરત: લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે હવે સુરત ખાતે રેપીડ એક્શન ફોર્સની ટીમ આવી પહોંચી છે. ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકની અંદર આવેલા વિસ્તારોમાં આરએ એફની ટિમ સઘન પેટ્રોલિંગ કરશે. જ્યાં આ રોજ ભાગળ, વરાછા, મહિધરપુરા વિસ્તારોમાં ટિમ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દુકાનદારો અનાજ, કરીયાણાની વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા


દેશ રાજ્યમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની છે. કોરોના વાયરસનો વ્યાપ ઘટાડવા કેન્દ્ર સરકારે લોક ડાઉન કરવાની ફરજ પડી છે. પરંતુ કેટલાક લોકો લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલ નથી કરી રહ્યા. જેને જોતા રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે અને લોક ડાઉનનું ચુસ્ત રીતે અમલીકરણ કરાવવા માટે રેપીડ એક્શન ફોર્સની ટિમ મુખ્ય મહાનગરોમાં ફાળવી દીધી છે.


આ પણ વાંચો:- કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહત કોષમાં અપાતો ફાળો કરમુક્ત રહેશેઃ વિજય રૂપાણી


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...