Monsoon Prediction Bird પંચમહાલ : ટિટોડી એટલે વરસાદની આગાહી કરતું પક્ષી. આ પક્ષી વરસાદનો વરતારો કરવામાં માહેર છે. ત્યારે ગુજરાતમાં પ્રથમવાર શીર રાખોડી ટિટોડી જોવા મળી છે. પાવાગઢના વડા તળાવ પાસે શિર રાખોડી ટીટોડી નામનું પક્ષી જોવા મળ્યું છે. રાજગઢ રેન્જ વિસ્તરણ વિભાગના આરએફઓના કેમેરામાં શિર ટિટોડીના દ્રષ્યો કેદ થયા છે. આરએફઓ જયેશ દુમાડિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રથમવાર આ પક્ષી જોવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ આ ટિટોડી 2021માં વડોદરા નજીકના ટીંબી તળાવમાં જોવા મળી હતી. ત્યારે આ પક્ષીનું દેખાદેવુ પક્ષીવિદો અને વન્યજીવ રસિકો માટે ખુશીના સમાચાર છે. આ એક દુર્લભ પ્રકારની ટિટોડી છે. જે ચીન અને જાપાન જેવા દેશોમાં જોવા મળે છે. પક્ષીવિદોનું કહેવું છે કે, ગુજરાતમાં ત્રણ વર્ષે જોવા મળી દુર્લભ ટિટોડી. 


ટિટોડી વરસાદી આગાહી માટે પ્રચલિત
દેશના દરેક ખૂણે પ્રાચીનકાળથી વરસાદના વરતારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ટીટોડીના ઈંડા મૂકવાની રીતથી આવનારું વર્ષ કેવું રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે. ટીટોડી કેટલા ઈંડા મૂકે, જમીનથી કેટલી ઉંચાઈ પર મૂકે, ઉભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે. ગુજરાતમાં પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે.


ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસે
જ્યારે લોકોની પાસે ટેક્નોલોજી નહોતી ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો પોતાની કોઠાસુઝના આધારે કરતા હતા. આજે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે. ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. એટલું જ નહીં, ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.


6 ઈંડા મૂકવાનુ તારણ
જાણકારો કહે છે કે, ટીટોડીના એક ઈંડાના આધારે એક મહિનો વરસાદ સારો જાય એવુ માનવામાં આવે છે. ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સારુ ચોમાસું રહે. ચાર ઈંડા એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું સારુ જાય. પરંતુ 6 ઈંડા મૂકે તો 6 મહિના સુધી ચોમાસું લંબાય તેવુ મનાય છે. એટલે કે ટીટોડીના 6 ઈંડા સારા સંકેત છે.