Rajkot News : આજકાલ લોકોને વિચિત્ર અને દુર્લભ બીમારીઓ થઈ રહી છે. પરંતુ રાજકોટની એક મહિલા દુર્લભ થઈ શકાય તેવી બીમારી થઈ. કદી તમે સાંભળ્યું છે કે દાંત મોઢાની જગ્યાએ શરીરના અન્ય કોઈ ભાગમાં ઉગી નીકળ્યા હોય. પરંતું એક મહિલા સાથે એવું થયું. રાજકોટની મહિલાઓને જડબાની સાથે નાકમાં દાંત ઉગી નીકળ્યો હતો. ત્યારે રાજકોટના ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર દ્વારા દૂરબીનની મદદથી નાકમાં રહેલા દાંતને દૂરબીન સર્જરીની મદદથી સફળતાપૂર્વક દૂર કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના 38 વર્ષીય મહિલાને છેલ્લાં 10 વર્ષથી નાકમાં તકલીફ થઈ રહી હતી. તેમને જમણા નાકમાં અવરોધ, દુર્ગંધ મારતું પ્રવાહીની તકલીફ રહેતી હતી. આ ઉપરાંત તેમના માથામાં દુખાવો અને વારંવાર શરદીની સમસ્યા પણ રહેતી હતી. તેમણે આ સમસ્યા માટે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો, જેમાં જાણવા મળ્યુ કે, મહિલાના જમણા નાકમાં દાંત ઉગી નીકળ્યો હતો. 


ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે


મેડિકલ ભાષામાં આ સમસ્યાને એક્ટોપિક ટુથ કહેવાય છે. દાંત ખોટી જગ્યાએ ઉગી નીકળે ત્યારે આ સમસ્યા સર્જાય છે. મેડિકલ ક્ષેત્રમાં આ એક દુર્લભ પ્રકારની સમસ્યા છે, જેને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કહેવાય છે. તેથી મહિલા દર્દીના આ વધારાને દાંતને એન્ડોસ્કોપિક સર્જરીની મદદથી દૂર કરવામાં આવ્યો હતો. 


ડો. હિમાંશુ ઠક્કરે એન્ડોસ્કોપિક સર્જરીની મદદથી નાકમાં રહેલા પથ્થર જેવા દાંતની રચના અલગ કર્યો હતો. સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, અને મહિલાને પીડામાંથી મુક્તિ મળી હતી. એટલું જ નહિ, મહિલાની શ્વાસ લેવાની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. હાલ તેઓ એકદમ સ્વસ્થ છે. 


આ સમગ્ર સર્જરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે દુરબીનની મદદથી આ સર્જરી કરવામાં આવી હતી.  


ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી