ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અનાજનો નાનો જથ્થો નહિ, પરંતુ 16 હજાર કિલો અનાજ બારોબાર વેચાણમાં જાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 4 આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે સમગ્ર કૌભાંડમાં એક મહિલા આરોપી ફરાર છે. જે અંગે નરોડા પોલીસ મથકે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.  


આ પણ વાંચો : વડોદરા : 9 કિમીની નર્મદા કેનાલમાં બાબુ શેખની લાશ શોધવા આકાશપાતાળ એક કરે છે CID ક્રાઈમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા કબારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહ્યા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતાં શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે. જેમાં સેક્ટર 2 જેસીપીની સ્ક્વોડે 16 હજાર કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે, ઘોડા કેમ્પથી નીકળી જે સરકારી જથ્થો શાહીબાગ જવાનો હતો, તે જથ્થો સીધે સીધો નરોડા જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં પહોંચી ગયો. જ્યાથી પોલીસે અનાજનો જથ્થો અને આરોપીને ઝડપી પાડ્યા છે. 


આ પણ વાંચો : જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા તેની સાથે જ દિયરને હતા સંબંધ, ને એક રાત્રે.... 


સેકટર-2 જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસીના ફેઝ-3માં એક ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેની તપાસ કરતા ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી, ગોડાઉન માલિક મહેશ નાથાણી અને પરશોતમ તિવારીની ધરપકડ કરી છે. આરોપીઓની પ્રાથમિ પૂછપરછ કરતા સામે આવ્યું કે, સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો. જોકે ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. જેથી ગીતા ચુનારા વિરુધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો 


સેક્ટર-2 સ્ક્વોડે નરોડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો કબ્જે કરતા નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે સરકારી દુકાનના માલિક ગીતાબેન અને દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, અનાજનુ કૌભાંડ દુકાનદાર સુધી અટકે છે કે કોઈ સરકારી બાબુની મિલી ભગત સામે આવે છે.


આ પણ વાંચો : મધ્યાહન ભોજન એલાઉન્સમાંથી BOBએ ટ્રાન્જેક્શન ચાર્જના નામે મસમોટી રકમ કાપી લીધી