COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારતક સુદ બીજને શાસ્ત્રોએ યમ દ્વિતીયા કહી સન્માન આપ્યું છે. આ દિવસને આપણે ભાઇબીજ કહીએ છીએ. આજનો દિવસ દરેક રાશિ માટે શુભ છે. કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આમ કરવાથી ધન-યશની પ્રાપ્તિ થાય છે.


પ્રશ્ન – ભાઈબીજનો પવિત્ર પર્વ છે


  • આજનો પર્વ ભગિનીભાવને ઉજાગર કરતો દિવસ છે

  • ભાઈ બહેનના ઘરે જાય છે

  • બહેન ભાઈને તિલક કરે છે, યથાશક્તિ સ્વાગત કરે છે

  • પરણિત બહેન ભાઈને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપે છે

  • ભાઈ યથાશક્તિ ભેટ-સોગાદ આપી એક પારિવારીક પ્રેમને સુદ્દઢ બનાવે છે


તારીખ

9 નવેમ્બર, 2018, શુક્રવાર

માસ

કાર્તિક સુદ બીજ (ભાઈબીજ)

નક્ષત્ર

અનુરાધા

યોગ

શોભન

ચંદ્ર રાશી

વૃશ્ચિક (ન,ય)


  1. આજે ઓમ ક્લીં ગુરૂવે નમઃ આ મંત્રજાપ કરવો

  2. રાજયોગ સૂર્યોદયથી રાત્રે 8.36 સુધી

  3. રાજયોગ દરમિયાન ભાઈ બહેનના ઘરે જાય તે વધુ ઉત્તમ છે

  4. શુક્રવાર છે માટે શક્ય હોય બહેનને ચાંદીનું ઘરેણું ભેટ આપે તો ઉત્તમ

  5. સાથે સુવાસીત પુષ્પો લઈને પણ જવું

  6. વિંછુડાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.



 


મેષ (અલઈ)

  • વડીલોની સેવા કરવાનો અવસર મળે

  • છાતીમાં સ્હેજ બળતરા જેવું લાગે

  • નોકરીના કાર્યમાં ભૂલ થઈ શકે છે

  • તમે પ્રામાણિક કાર્ય કર્યું હોય છતાં સફળતા ઓછી

વૃષભ (બવઉ)

  • કાર્યમાં ઉશ્કેરાટ ઉમેરાય

  • ઉત્તમ કાર્ય થાય

  • પરિવાર તમારા ઉપર ગર્વ કરે તેવું બને

  • સંધ્યા સમય વધુ આનંદમાં વીતે

મિથુન (કછઘ)

  • નોકરીમાં થોડી મુશ્કેલી આવી શકે છે

  • પરિસ્થિતિ બહુ વિકટ નથી જણાતી

  • સાથે સાથે ધનપ્રાપ્તિ પણ દર્શાવે છે

  • જીવનસાથી દ્વારા અસંતોષ વર્તાય

કર્ક (ડહ)

  • બુદ્ધિશક્તિ ઉત્તમ છે

  • વિદ્યાર્થી માટે સાનુકૂળતા

  • સફળતા પ્રાપ્ત થઈ શકે છે

  • વાહન અકસ્માતથી સાચવવું

સિંહ (મટ)

  • આજે થોડો અહમ વધી જાય

  • એક પ્રકારે અહમનો ટકરાવ પણ થાય

  • ઘરમાં કપડાની ખરીદી થાય

  • દિવાળીની મોજમજા થોડી વધી જાય

કન્યા (પઠણ)

  • અન્ય કરતા વધુ સારું કાર્ય કરો

  • કાર્યમાં નવીનતા પણ આવે

  • પ્રવાસની શક્યતા વધે છે

  • નાના ભાઈ-બહેનનો અસંતોષ વહોરવો પડે

તુલા (રત)

  • પેટની બિમારીથી સાચવવું

  • સંતાન સાથે થોડી સમસ્યા સર્જાય

  • તમારો ક્રોધ પણ વધુ હોય

  • પરદેશથી આવક થતી જણાય છે

વૃશ્ચિક (નય)

  • છાતીમાં સ્નાયુનો દુઃખાવો થઈ શકે છે

  • ગભરાવાની જરૂર નથી

  • પણ સાવધાની અવશ્ય રાખજો

  • આંખોમાં બળતરાનો અહેસાસ થાય

ધન (ભધફઢ)

  • તમે દાન-ધર્માદો વિશેષ કરવાની ઇચ્છા થાય

  • ભગવાનમાં મન વધુ લાગે

  • ફૂડ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાને લાભ

  • તેમાંય જે એક્સપોર્ટ કરતા હોય તેમને લાભ

મકર (ખજ)

  • પરદેશ રહેતા જાતકો માટે સાનુકૂળતા વિશેષ

  • ભાષામાં તીખા ન થતા

  • ભાઈ-બહેન તરફથી લાભ

  • સહકર્મચારી આપને લાભ અપાવે

કુંભ (ગશષસ)

  • ગુસ્સો આવી જશે પણ શાંત રહેજો

  • વડીલો લાભ આપી જશે

  • ધર્મ અને શિક્ષણ સંબંધી કાર્યો થાય

  • જમીન મકાનના કાર્યોમાં તેજી આવે

મીન (દચઝથ)

  • આજનો દિવસ આપના માટે શુભ છે

  • તમને મળનાર વ્યક્તિ આજે તમને સહકાર આપે

  • થોડા મોડા ઊઠવાનું મન થાય

  • ગળાની તકલીફથી સાચવવાનું રહેશે