રાજકોટ : રાજકોટના પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિર યોજાઈ રહી છે. જેના સાતમા દિવસે વડાપ્રધાનના મીડિયા સલાહકાર તેમજ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અહીં સંબોધન કર્યું હતું. પોતાના વકતવ્યમાં તેમણે ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઉલ્લેખ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાષ્ટ્રકથા શિબિરમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયાં છે. જેમાં જમ્મુ-કાશ્મીર સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે ઝી મીડિયાના ગ્રૂપ એડિટર બ્રજેશકુમાર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ધર્મબંધુજી દ્વારા બ્રજેશ કુમાર સિંહ અને હરિવંશ સિંહનું સાફો પહેરાવી તથા સાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. પોતાના વકતવ્યમાં હરિવંશ સિંહે કહ્યું હતું કે, દેશ એક અને મજબૂત બનાવવાનું કામ મહાત્મા ગાંધીજીએ કર્યુ છે. વલ્લભભાઈ પટેલે દેશને ગૌરવવંતું બનાવવાનું સ્વપ્ન જોયું. ગાંધીજીએ જે કહ્યું તે વલ્લભભાઈ પટેલે માન્યું હતું. આ રાષ્ટ્રકથા શિબિરમાંથી બાળકોએ ઘણું શીખવા જેવું છે. 


હરિવંશ સિંહ બિહારમાં પ્રભાત નામના અખબારનાં તંત્રી રહી ચૂકયા છે. ચાલીસ વર્ષ સુધી તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યાં હતા જ્યારે તેઓ રાજ્યસભાનાં ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટાયા ત્યારે નરેન્દ્ર મોદીએ તેમનાં વિશે પાંચ મિનિટ ભાષણ આપ્યું હતું.