જમીલ પઠાણ / અમદાવાદ : રાઠવા જાતિના દાખલા મુદ્દે ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લામાં આંદોલનની શરૂઆત છે. શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંથી કોળી અને હિંદુ શબ્દ દુર કરવા અને નોકરી આપવાની માંગ સાથે કલેકટર બહાર 500થી વધુ રાઠવા જાતિ લોકો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ ત્રણ દિવસના પ્રતીક ધરણા ઉપર બેઠા છે. વારંવાર સરકારી નોકરીઓ માં રાઠવા જાતિ ના ઉમેદવારો સામે આદિવાસી ન હોવાના પ્રશ્નો ઉભા કરી રાઠવા ઉમેદવારો ને નોકરી ન અપાતા રાઠવા જાતિના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોક રક્ષક દળ સહીતની જુદી જુદી પરીક્ષામાં મેરીટ માં ઉપર હોવા છતાં રાઠવા જાતિના ૨૪ જેટલા ઉમેદવારોને નોકરીમાં નિમણુક ઓર્ડર ના અપાતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી બહાર ત્રણ દિવસના પ્રતીક ધરણા ઉપર 500 થી વધુ લોકો બેઠા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Leopard Attack: શાળા બહાર આદમખોર દીપડો અને અંદર ધડકતા હૈયે ચાલતું ભણતર...


અગાઉ પણ અલગ અલગ સરકારી નોકરીઓમાં રાઠવા જાતિમાં ઉમેદવારો ની પસંદગી પામ્યા બાદ પણ આદિવાસી હોવાના દસ્તાવેજી પુરાવાઓમાં કોળી શબ્દ તેમજ હિન્દુ રાઠવાનો ઉલ્લેખ કરાયા હોવાનું કારણ દર્શાવી આદિવાસી જાતિના દાખલા ખોટા હોવાનું સરકારની વિશ્લેષણ સમિતિએ નિર્ણય લીધા છે. જેના કારણે વિસ્તારમાં અનેક વિરોધ પ્રદર્શનો થયા છે, અને સરકારમાં બેસેલા નેતાઓએ અવારનવાર પ્રશ્નનો હલ કરવા બાંહેધરી આપી છે. પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ નહી આવતા વિધાનસભા સત્રની શરૂઆત થતા સરકારના કાને વાત પહોંચાડવાના હેતુથી ત્રણ દિવસના ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આદિવાસી સમાજનાં યુવાનો સાથે થઇ રહેલા અન્યાય સામે લડવા સમાજ સાથે ભાજપ –કોંગ્રેસ સહીત તમામ પક્ષના આદિવાસી નેતાઓ પણ જોડાયા છે, ભાજપના પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાએ અ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ પ્રશ્ન મુદ્દે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં તેઓ પોતે પણ સામેલ હતા અને સમિતિ દ્વારા સરકારને અહેવાલ પણ સુપ્રત કરવામાં આવ્યો છે, ત્યારે સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણને સરકાર દ્વારા લાગુ કરવામાં આવે.


ગુજરાત : વિધાનસભામાં અયોગ્ય વર્તન કરતાં જીગ્નેશ મેવાણી સત્ર સુધી સસ્પેન્ડ


શિક્ષકોના નવા નવા ફતવા આવે છે પરંતુ શિક્ષણમાં સુધારો કરતી નથી સરકાર


આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ પૂર્ણ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કર્યા બાદ આદિવાસી હોવાના પુરાવાઓ તરીકેનાં દસ્તાવેજો રજુ કરવા છતાં સરકારનાં વહીવટી અધિકારીઓ દ્વારા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં કોળી અને હિંદુ શબ્દને લઇ તેઓની બાદબાકી કરી આદિવાસી વિદ્યાર્થીઓને નોકરીમાંથી બાકાત રાખવાનું ષડયંત્ર હોવાનું પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube