ગૌરવ પટેલ, અમદાવાદ: આજે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવી. રથને મંદિર બહાર કાઢવામાં ન આવ્યાં. કોરોના મહામારીના કારણે રથયાત્રા કાઢવાની પરવાનગી હાઈકોર્ટે ન આપતા આજે જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથને પરિક્રમા કરાવવામાં આવી. જેને લઈને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભક્તોએ ભગવાન જગન્નાથની ઘરે રહીને જ પૂજા અર્ચના કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલપૂવા, ફણગાવેલા મગ, જાંબુ કાકડી અને મહાપ્રસાદનો ભોગ ધરાવ્યો. દર વર્ષે ટ્રકમાં ભગવાનના દર્શન કરાવતા મોદી પરિવારે આજે સગા સંબંધીઓને અને પાડોશીઓને ઘરે રહીને જગન્નાથના દર્શન કરાવ્યાં. રથયાત્રા ન નીકળવાનું દુખ પરિવારની આંખમાં છલકાયેલુ જોવા મળ્યું. ભગવાન  જગન્નાથની પૂજામાં સહભાગી થયેલા સગાસંબધીઓ પણ પોતાને ધન્ય ગણવા લાગ્યાં. 


જુઓ LIVE TV



તમામ ભક્તોએ રથયાત્રા ન નીકળવાને લઈને નારાજગી વ્યક્ત કરી.