Rathyatra 2023: રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષોની પરંપરા મુજબ મોકલાવ્યો પ્રસાદ
2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે.
અમદાવાદઃ મંગળવાર (20 જૂન) એ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મંદિર ટ્રસ્ટની સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગે કમર કસી લીધી છે. અમદાવાદમાં યોજાતી રથયાત્રા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ખાસ નાતો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલાવ્યો છે. વર્ષોની પરંપરા મુજબ પીએમ મોદીએ જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ મોકલાવ્યો છે.
પીએમ મોદીએ જાળવી પરંપરા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથને ધરાવવા માટે પ્રસાદ મોકલવામાં આવતો હોય છે. આ વર્ષે પણ પીએમ મોદીએ જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ ભગવાન જગન્નાથ માટે મોકલાવ્યો છે. પ્રધાનમંત્રીના પ્રતિનિધિ તરીકે ભાજપના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલતા હતા. 2014માં પ્રધાનમંત્રી બનીને દિલ્હી ગયા બાદ પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે.
આ પણ વાંચોઃ રથયાત્રા માટે પોલીસે કરી ખાસ તૈયારી, તમામ રૂટનું થ્રિડી મેપિંગ કરાયું
જગન્નાથ મંદિર સાથે પીએમ મોદીનો નાતો
1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું... આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા.
3-4 વર્ષ જગન્નાથ મંદિરના મકાનમાં રહ્યા બાદ તેઓ મણિનગર સ્થિત RSSના નવા ભવમાં રહેવા લાગ્યા હતા. જોકે ભગવાન જગન્નાથે તો નરેન્દ્ર માટે કઈ અલગ જ વિચાર્યું હતું. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને પ્રથા પ્રમાણ 2002માં રથયાત્રામાં મહત્વની ગણાતી એવી પહિંદ વિધી કરી હતી. 2002થી 2013 સુધી તેમણે 12 વર્ષ સુધી પહંદ વિધી કરી હતી. સૌથી વધુ પહિંદ વિધી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બન્યા હતા.
આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાનમાં કોને મળશે સહાય? સરકારે કરી મહત્વની જાહેરાત
2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે. જ્યારે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા. અને આ પરંપરા તેમણે દિલ્લીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube