Gandhinagar: શરતોને આધીન નિકળી રથયાત્રા, આરતીમાં પહોંચ્યા ભાવિક ભક્તો
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામજી (Balram) ની નગરચર્યા રથયાત્રા સવારે 7.00 કલાકે જગન્નાથજીની આરતી કર્યા બાદ નિકળી હતી. આરતી સમયે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા.
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra) છેલ્લી ઘડીએ શરતોને આધીનમંજૂરી આપવામાં આવી હતી. પોણા ત્રણ કિલોમીટરની અંદર ભગવાન જગન્નાથજી (Jagannath) ની યાત્રા પૂર્ણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામજી (Balram) ની નગરચર્યા રથયાત્રા સવારે 7.00 કલાકે જગન્નાથજીની આરતી કર્યા બાદ નિકળી હતી. આરતી સમયે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા.
144 Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું
- રથયાત્રા પંચદેવ મંદિર સેકટર 22થી નીકળી સેકટર 17/22 જૈન દેરાસર મંદિરથી જમણી બાજુ તરફ આગળ વધશે.
- જૈન દેરાસર થી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તરફ આગળ વધશે.
- ભગવાનનો રથ આયુર્વેદિક હોસ્પિટલ તરફ થઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન તરફ થઈ આગળ ઢોરના ડબ્બા તરફ આગળ વધશે.
- ઢોરના ડબ્બાથી સેકટર 29 તરફ આગળ વધી ચ - ૬ સર્કલ વાળા રોડ તરફ આગળ વધશે.
- ચ - ૬ તરફ થી જમણી બાજુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર રથ રોકાશે. જ્યાં ભગવાનની આરતી પૂજન કર્યા બાદ રથ ચ રોડ તરફ આગળ વધશે.
- ચ રોડ તરફ રથ આગળ વધી સેકટર 22 તરફ નિજ મંદિર શ્રી પંચદેવ મંદિર માં પરત ફરશે.
- ભગવાન નો રથ દર્શનાર્થી માટે ખુલ્લો મુકવામાં આવશે જેમાં સરકારની ગાઇડલાઈન મુજબ અને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ રાખી દૂર થી જ ભગવાનના રથ ને અડ્યાવિના દર્શન કરી શક્શે.
- રથયાત્રામાં પ્રસાદની કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
- ગાંધીનગરની જનતા જનાર્દન ને ખાસ વિનંતી કે ભગવાન ના રથને દૂરથી દર્શન કરવા સૌ નગરજનોને ખાસ વિનંતી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube