અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. રથયાત્રા શરૂ  થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. આવો જાણીએ આખરે આ પહિંદ વિધિ શું છે અને તે શાં માટે કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રાની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...


શુ છે આ પહિંદ વિધિ અને ત્યારથી થઈ તેની શરૂઆત?


અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.


વધુ વિગતો માટે જુઓ વીડિયો...


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...