વડોદરા : કોરોના વાયરસનાં પગલે સમગ્ર દેશમાં લોકડાઉન બાદ અનલોક 1.0 સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. જો કે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ લોકો એકત્ર ન થાય વગેરે જેવી બાબતોનો સરકાર દ્વારા ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથની 39મી રથયાત્રા નહી યોજવા માટેનો આદેશ ઓરિસ્સા સરકારને આપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત: સરકાર રથયાત્રા મુદ્દે થોભો અને રાહ જુઓના મુડમાં, સ્થિતી હજુ પણ ડામાડોળ

જેના પગલે અનેક મહાનગરો દ્વારા પણ રથયાત્રાનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર અનેવડોદરામાં રથયાત્રાનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન નહી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે 38 વર્ષથી રથયાત્રાની પરંપરામાં પહેલી વાર રથયાત્રા આયોજીત નહી થાય. 


ગુજરાતમાં કોરોનાનાં નવા 510 કેસ, 389 દર્દીઓ સાજા થયા, સરકારનો સબ સલામતનો દાવા

ભાવનગરમાં પણ ઐતિહાસિક રથયાત્રાનું આયોજન પણ નહી થાય તેવો રથયાત્રા સમિતી દ્વારા લેવાયો છે. અત્રે ઉલ્લેખીય છે કે, ભાવનગરની રથયાત્રા અમદાવાદ રથયાત્રા પછી બીજી સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. જો કે આ વખતે ભાવનગર સમિતી દ્વારા પણ રથયાત્રાનું આયોજન નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube