સપના શર્મા, અમદાવાદઃ આવતીકાલ એટલે કે 20 જૂન, મંગળવારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નિકળવાની છે. રથયાત્રાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તે માટે તંત્ર દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના રૂટનું થ્રિડી મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે રથયાત્રામાં પોલીસ બાજ નજરે રૂટ પર નિરીક્ષણ કરવાની છે. 0.5 એટલે કે અડધો કિલોમીટર સુધીનું ડિટેલિંગ વિઝ્યુલાઇઝ થઈ શકે તે રીતે મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
દર વર્ષે અષાઢી બિજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ધામધૂમપૂર્વક રથયાત્રા નિકળે છે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે. આ રથયાત્રા માટે પોલીસતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રા પર નજર રાખવામાં આવશે. તંત્ર દ્વારા થ્રિડી મેપિંગ તૈયાર કરી લેવામાં આવ્યું છે. 

જે તે રૂટ ઉપર કયા પોલીસ અધિકારી સુપરવિઝન કરી રહ્યા છે તેની માહિતી પણ ઉપલબ્ધ થઇ શકશે. કયા રૂટ ઉપર કયા પોલીસ અધિકારી ફરજ છે? દરેક જગ્યાના સ્વાગત પોઇન્ટ,  વૉચ ટાવર જેવી દરેક ઉપયોગી માહિતી સાથે થ્રિડી મેપ તૈયાર કરવામાં આવી છે. ભારતમાં થ્રિડી મેપિંગનો ઉપયોગ કરનારી ગુજરાત પોલીસ પહેલી છે.  આવતીકાલે રથયાત્રાના રૂટ ઉપર કંરટ કઈ પરિસ્થિતિ છે તેનો તાગ પોલીસ મેળવી શકશે. 


આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકસાનમાં કોને મળશે સહાય? સરકારે કરી મહત્વની જાહેરાત


હર્ષ સંઘવીએ આપી માહિતી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન જગન્નાથજી મંગળવારે નગરચર્યાએ નિકળવાના છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ખાવ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે રથયાત્રામાં ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી છે. ખોટો ટ્રાફિક જામ ન થાય તે માટે પણ તૈયારી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજી દ્વારા રથયાત્રાનું મેપિંગ પણ કરવામાં આવ્યું છે. તો પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. 


રથયાત્રા 18 ગજરાજો, 101ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ,3 બેન્ડબાજા વાળા જોડાશે. સાધુસંતો અને ભક્તો સાથે 1000 થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે પહિંદવિધિ કરશે. 


આ પણ વાંચોઃ સુરતમાં યોજાશે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ, સવા લાખ લોકો કરશે યોગાભ્યાસ


અમદાવાદના આ રોડ પર અપાયું ડાયવર્ઝવન  
ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ 
સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube